________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२४
ધાંધલ અને ધમાલમાંથી નિવૃત્ત થઈ રાત્રીના સમયે આરામ કરે છે તે રાત્રિની નિરવ શાંતિમાં ત્યાગી મહાત્મા પુરૂષો આત્મચિંતન, ધ્યાન તથા નમસ્કાર મહામંત્રને જાપ વગેરે આત્મકલ્યાણકારી આરાધના કરી સંસાર સાગરને પાર પામે છે. દેહત્સર્ગ:
પૂજ્યવર પંન્યાસ પ્રવરશ્રી મહદયસાગરજી મ.સા. રાત્રિના ૧૫ વાગે ઉઠયા, નમસ્કાર મહામંત્રને ૩ વાગ્યા સુધી અખંડ જાપ કરીને પાછા સંથારામાં સુઈ ગયા અને સવારે ૪ વાગે તેમનો ઉત્તમ આરાધક આત્મા જીણું દેહ વસ્ત્રને ત્યાગ કરી પરલોકમાં પ્રયાણ કરી ગયે. જૈન શાસનને એક તેજસ્વી તારે ખરી પડે.
પૂજ્યવર પરમોપકારી ગુરૂદેવશ્રી કાળધર્મ પામ્યાના આઘાતજનક સમાચાર આખા ગામમાં વીજળી વેગે ફેલાઈ જતા શોકને કાળો કારમો અંધકાર છવાઈ ગયો. અને બધે ગમગીની ફેલાઈ ગઈ તરત જ પાટણ સમાચાર મોકલવામાં આવતા ત્યાંથી મુનિવર્યશ્રી ઐકય સાગરજી મ.સા. તથા સાધ્વીજી ચન્દ્રપ્રભાશ્રીજી મવગેરે સાધ્વીજી ભ૦ તથા સાગરગછ ઉપાશ્રયના આગેવાન સુશ્રાવકે વગેરે આવી પહોંચ્યા. તેમના પાવનકારી દેહના ચંદનથી વિલેપન કર્યું અને વાસ ચૂર્ણથી પૂજન કર્યુ. સ્મશાનયાત્રા :
ત્યાર બાદ લગભગ ૧૧ વાગે તેમના દેહને પાલખીમાં પધરાવવામાં આવ્યું. તે વખતે તેમનું તેજસ્વી મુખારવિન્દ તથા ભવ્ય લલાટ તેજ વેરતું હતું. પાલખી ઉપાડવાની વગેરે અન્ય ઉછામણીએ બોલતા ઘણું જ સારી રકમની ઉપજ થઈ હતી. તથા જીવદયાની ટીપમાં પણ ઘણી જ સારી રકમ ભરાઈ હતી. સ્મશાનયાત્રામાં જનજેતર અઢારે આલમના હજારે લેકે જોડાયા હતા. પાટણથી મંગાવેલ બેન્ડ તથા ઢોલ-નગારા-ત્રાંસા અને શરણાઈના ગગનભેદી સુરે અને
For Private And Personal Use Only