________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
મારણનું નિવારણ કેઈનું ખરાબ ચિંતવવું નહિ. દરેકનું કલ્યાણ થાઓ ને સૌ સુખી થાઓ, એ મુજબ ભાવના ભાવવાથી મારી પડશે નહિ. અને પડતા હશે તે ઓછો થશે. વચનમાં કટુતા ધારણ કરવી નહિ. હિત મિત અને પથ્ય વાણીને. પ્રવેગ કરો. તેમ કરવાથી ફલેશ અને કંકાશ થશે નહિ.
પંચાચારરૂપી સદાચારનું પાલન કરવાથી દુરાચારનું દુઃખ થશે નહિ અને તેને માર પણ પડશે નહિ. સુખ શાંતિ માટે આ સુંદર માર્ગ છે.
જ્ઞાનીઓ ફરમાવે છે કે, જે જે માર પડે છે તે તે મન, વચન અને કાયાના ખરાબ વિચારે ને વર્તનથી પડે છે. સદાચારને ત્યાગ કરી ઉન્માર્ગે ગમન કરવાથી પડે છે. માટે જે તમે સમજુ છે તે તેનાથી ચેતે.
આપણે વિવિધ મારો અનુભવ કરીએ છીએ, તેથી સુખશાતાની ઈચ્છા કરીએ છીએ. પરંતુ તે માર માર્યા વિના સુખ શાંતિ આવશે નહિ.
હેયય અને ઉપાદેયના વિચાર–વચન અને વર્તનને યોગે સમ્યગ દર્શનવાળા ભાગ્યશાળીએ વિચાર વર્તનમાં પુનઃ પુનઃ ઉપગ રાખે છે અને રાખે તે જ સમ્યગુદર્શન જ્ઞાન દુષ્ટ કર્મોને કાપીને શાંતિ આપવા સમર્થ બને. સમ્યગ દર્શનને પ્રભાવ દરેક માનવીઓને નિલેપ રાખે છે.
For Private And Personal Use Only