________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
આંતર જાતિ
ચકાવો
જ્યાં સુધી માયા–મમતા પર પ્રેમ રાખીશું ને તેને વધારવા પ્રયત્ન કરીશું, ત્યાં સુધી તે દૂર ખસશે નહિ અને ચાર ગતિના ચકાવામાં પરિભ્રમણ કરાવશે. તેમાં આનંદ માનવામાં આવશે તે નિર્મળ બનશે નહિ.
દેવ ગતિ કે માનવ ગતિ પણ ચકાવે છે. અને સર્વથા શાંતિ–તૃષ્ટિ-પુષ્ટિ આપનાર નથી જ. આ ચક્ર આયુષ્ય ખતમ થયા પછી કર્મનાં અનુસારે બીજા ચક્રાવામાં આવવું જ પડશે. બીજા ચક્રાવા કયા ? તે તે તિર્યંચ અને નારકીના છે. તેમાં તે મહાદુઃખ છે.
ઘડી–બે ઘડીના મનથી માનેલા સુખ ખાતર મહા પરિતાપ અને પરાધીનતા કોણ પસંદ કરે ? અજ્ઞાની પણ પસંદ કરે નહિ. તે પણ સદા સુખ શાંતિ ઈચ્છે છે. આપણે તે સમજી અને શાણું છીએ. તેથી ક્ષણભંગુર સુખની ઈચ્છા કરાય નહિ. - જ્યારે ક્ષણભરના વિલાસને ત્યાગ કરી જિનવરની આજ્ઞા મુજબ વર્તન થશે ત્યારે પરિભ્રમણ અ૫ થતાં સર્વથા બંધ પડશે. યંત્રમાં તેલ હોય ત્યાં સુધી ચાલે. તે ખતમ થયા પછી તે બંધ જ પડે.
આ શરીર પણ એક યંત્ર છે. તેમાં સારા વિચાર અને ભાવનાનું તેલ પૂરે. અને વિષય કષાયને કચરે તેમાં ઘૂસી ન જાય તે માટે કાળજી રાખે ને દરરેજ તેને સાફ કરે.
For Private And Personal Use Only