________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૭૩ આત્માને સ્વભાવ મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન તથા મનપર્યાય જ્ઞાન જે થાય છે તે કર્મની ચીકાશ અંશે અંશે દૂર થવાથી જ થાય છે. અને કેવળજ્ઞાન તે સર્વથા ઘાતિક ચીકાશ ખસવાથી જ થાય છે.
ચીકાશનેઅંશે અંશે દૂર કરવાથી કર્મની મલીનતાનો સર્વથા ત્યાગ કરવાની શક્તિ આવે છે. માથે ઘણું દેવું થઈ ગયું હોય, તે તેને ધીમે ધીમે ચૂકવતા જેમ અંતે. દેવામાંથી સાવ નીકળી જાય છે, તે પ્રમાણે કર્મના દેવામાંથી સાવ છૂટી જવા માટે ધીરે ધીરે તેનું દેવું ભરપાઈ કરવું જોઈએ.
કર્મની મલિનતા જ્યાં સુધી છે ત્યાં સુધી આગળ વધાતું નથી. આગળ વધવા માટે તેને ત્યાગ કરે જરૂરી છે. આમ કરવું એકદમ અઘરું લાગે. પણ ધીમે ધીમે તેની ટેવ પાડવાથી પછી તે સહજ બની જાય છે.
તન-મન દઈને પ્રયાસ કરીશું તે જ કર્મની મલિખસવા માંડશે અને જે આનંદ ઢંકાઈ ગયેલ છે તેને પ્રગટભાવ થશે. અને જ્યારે તે સર્વથા ખસી જશે પછી તેવી મલિનતા પુનઃ લાગશે નહિ, આ આત્માને સ્વભાવ છે.
વસ્ત્રાદિકને સાફ કર્યા પછી પણ તેને મલિનતા લાગે છે. આથી તેને પુનઃ પુનઃ સાફ કરવા પડે છે. કર્મની મલિનતા દૂર કરવા માટે પણ પુનઃ પુનઃ સફાઈ કરવી પડશે. અને આત્મા જ્યારે સર્વથા નિર્મળ ને નિર્મળ બની જશે. પછી તેવું કરવાની જરૂર નહિ રહે.
For Private And Personal Use Only