________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુઃખના સાધને માને છે, રાગી એ જ પદાર્થોને સુખના સાધન માને છે. પદાર્થો એજ છે, છતાં વ્યક્તિ પરત્વે એજ પદાર્થો સુખ દુઃખના સાધન બને છે.
અલિપ્ત માનવી પાસે ભોગ સુખોને સાધને અઢળક ઢળતા હોય તે વખતે પણ એ સુખી હોય છે અને બીજે જ ક્ષણે ભોગ સુખના અઢળક સાધનો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય તે પણ એ એટલો જ આનંદિત હોય છે કે જેટલે ભેગ સુખને અઢળક સાધનોની વચ્ચે વસતે હતે.
પરંતુ જે આસક્ત છે, એ મનગમતા સાધનોની વિદ્યમાનતામાં પિતાને સર્વ રીતે સુખી માનતે હેય છે, પણ પિતાની સાહ્યબીમાંથી એકાદ વિભાગ ઘટવા લાગે કે નષ્ટ વિનષ્ટ થાય ત્યારે એ આસક્ત માનવી પોતાને સર્વથી વધુ દુઃખી માનવા લાગે છે. બધાના બધા દુઃખ જાણે એના ત્યાં જ આવી ભરાણું ન હોય, એમ એનું વામણું મન માનવા લાગે છે. જે બધી જ બાહ્ય સંપત્તિનો સરંજામ સર્વથા નષ્ટ થઈ જાય તો એની દશા કરૂણું જનક બની જાય છે. સુખ કયાં? :
બાહ્ય જગતમાં આપણે સાવધાની પૂર્વક નિહાળીશું તે પણ સુખ કયાંયથી મેળવી શકીશું નહિ. કારણ કે બાહ્ય જગતમાં સુખ કર્યા છે?
એટલે બાહ્ય દષ્ટિને સંકેલી લઈ આપણે આંતર તરફ વળીએ. તનને સ્વસ્થ બનાવીએ, મનને સ્વચ્છ બનાવીએ. નીરવ બની અંતરમાં ઉંડાને ઉંડા ઉતરતાં જઈએ. જ્યાં સુધી જવાય ત્યાં સુધી ચાલ્યા જઈએ.
એક દિવસના પ્રયત્નથી આ કાય નહિ સરે. અલ્પ પણ સતત પ્રયત્ન કરવો જોઈશે. એમ કરતાં અંતરના ઉંડાણમાં હળવી છાયા
For Private And Personal Use Only