________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૮
આ. કીર્તિસાગરસૂરિ રચિત મીઠાશને અનુભવ આવ્યા કરશે. કડવા ફલ આપે તેવું વૃક્ષ ઘર આંગણે રહ્યું હોય તેને તમે મૂલમાંથી દૂર કરે નહી અને ઉપર ઉપરથી ડાળા-પાંખડાને દૂર કરે છે તેથી કડવા ફલ નષ્ટ થતાં નથી. વખત જતાં તેવા કટુક ફલેને આપવા વૃક્ષસમર્થ બને છે માટે તેને દૂર કરે.
જ્ઞાનીઓ કર્મોરૂપી વૃક્ષોને દૂર કરવા કમ્મર કસે છે અને મૂલમાં લૂણે લગાવી દૂર કરે છે તેથી તેઓ સાચા સુખના સ્વામી બની આનંદને આસ્વાદલોધા કરે છે કટુક વૃક્ષોને દૂર કર્યા સિવાય અને મધુર વૃક્ષોને રોપ્યા વિના મીઠાશ કયાંથી આવશે? નીતિશાસ્ત્ર કહે છે કે, બલવાનને નમસ્કાર કરીને વશ કરે શૂરાઓને ભેદ પડાવી કબજે કરે અને સરખે ચરખાને પરાક્રમ બતાવીને વશ કરે. પરંતુ કર્મો તે તમારી આગળ-અન્તરાત્મા બનેલની આગળ કંગાળ છે. તે પછી તેઓને કબજે કરી દુર હઠાવવા માટે આળસ કરવી જોઈએ નહી, પ્રમાદમાં પડી અગર ઉપેક્ષાવૃત્તિ ધારણ કરશો તે તે કંગાલે કારમો કેર કરશે પછી લહેર કયાં ભાગી જશે તેની ખબર પડશે નહી. પરિગ્રહ તે ભયંકર ગ્રહ છે. તેની સદાય વક્રગતિ છે તેથી મૂલ રાશીમાં આવતું નથી. જેમ તેમ પરિભ્રમણ કરવા પ્રયત્નશીલ છે માટે પરિગ્રહ કારમે કેર કરે નહી તે માટે કબજે કરી મૂલ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવા તેને સહારો લે પણ વધારે નહી. જે વધાર્યા કશે તે મમતા–અહંકાર તથા ક્રોધાદિને ઉશ્કેરી જે અલ્પ પ્રમાણમાં શક્તિ છે તેને પણ નાશ કરીને પટકી પાડશે. પાપનું તથા દુખ પીડાનું મૂલ પરિગ્રહ છે. પરિગ્રહના
For Private And Personal Use Only