________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
આ. કીર્તિસાગરસરિ રચિત મહેલ બનાવ્યું છે તે યાદિમાં આવ્યા. ખુશી થવા પૂર્વક બ્રાહાણને કહ્યું કે તમારા કથન મુજબ તમને ચંદન અર્પણ કરું છું. આ પ્રમાણે કહીને ચંદનના મહેલને તેડીને ૨૦ ખાંડી ચંદન આપીને તેને વિદાય કર્યો. આ પ્રમાણે પોતાને બંગલે તેડીને કણે ચંદન આપેલ હેવાથી દાન આપવામાં કુશળ એવા અર્જુનનો ગર્વ ગળી ગયે. અને કર્ણરાજાની પ્રશંશા કરવા લાગ્યા. આવા નૃપતિ રાજ્ય સાહ્યબી વિશેરેને ભેગવટે કરે છે છતાં નિલેપ રહીને આત્મજ્ઞાન પૂર્વક આત્મિક વિકાસ સાધવામાં સમર્થ બને છે. વળી સંભળાય છે. કે યુદ્ધમાં કર્ણ અનધનુર્ધરના બાણ વાગવાથી ઘણું વ્યથા–વેદનાને ભેગવી રહ્યા છે તે વખતે દાન દેવામાં કેવી દૃઢતા છે તેની પરીક્ષા કરવા કૃષ્ણ મહારાજે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ધનની યાચના કરી. આ વખતે કર્ણ નૃપની પાસે કાંઈ પણ ધનાદિક હતું નહીં. તેથી અફસોસ કરવા લાગ્યા. પણ સ્મરણ થતાં કહ્યું કે, દાંતમાં જડેલી સેનાની રેખાઓ શા ખપમાં આવશે. શરીરની સાથે આ રેખાઓની પણ રાખ થવાની જ માટે દાંતેને તેડી રેખાઓનું દાન, આવેલ બ્રાહ્મણને આપું, આમ વિચારણા કરી સેવકે દ્વારા દાંતેને તેડાવી સેનાની રેખાઓનું દાન કરી વીતરાગનું શરણ સ્વીકારી દેહને ત્યાગ કરી સદગતિ પ્રાપ્ત કરી. આ પ્રમાણે દેહગેહની મમતાને મૂક્યા વિના સ્વપકાર કે પપકાર સાધી શકાતું નથી. અને સાધ્યા સિવાય આમેનતિ કદાપિ થતી નથી અને થશે પણ નહીં. દેહ ગેહ ધન પરિવારમાં બદ્ધ બનવાથી અનિચ્છાએ ચિન્તાઓ હાજર
For Private And Personal Use Only