________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૦
શ્યક છે. સુખ તે તમારી પાસે નિરતર સદાય રહેલું છે, કદાપિ તેને વિગ થયું નથી અને થશે પણ નહી, પરંતુ તેને માટે તમોએ વિચાર સરખે પણ કર્યો નથી, તે તે સુખ ક્યાંથી મલે ? નિમિત્તો તરફ નજર કરે છે–તેઓના વિચારો ઘડી પણ ભૂલાતા નથી–અને અથાગ પ્રયાસ કરવામાં આવે છે, ધાયા પ્રમાણે સારા નિમિત્તો ન મળતાં શોકાતુર થાઓ છો, પણ સત્ય સુખના સાધન તરફ નજર પણ કરતા નથી અને સુખની ઝંખના કર્યા કરે છે તે બરાબર નથી, માટે મન અને તનને પ્રથમ વશ કરે. - ૬૩૬. ભૂલને સુધારે. ભલે બે પ્રકારે થાય છે, જાણતાં થાય છે અને અજાણતાં પણ થાય છે. મોહનીય કર્મના ઉદયે જાણતાં છતાં પણ ભૂલે થાય છે, તેનું કારણ તે કમેં આત્મશક્તિને દબાવેલી છે–તેથી શાસ્ત્રોકત શકિત ફેરવી શકાતી નથી; પરંતુ જાણે છે તે ખરે કે આ ભૂલ થાય છે! અને જ્ઞાનાવરણીય કર્મોને ક્ષાયિક ભાવ થાય તે, ભૂલે-અપરાધે થાય નહી; તેથી મોહનીય કર્મને નાશ કરવા માટે સત્સંગ-શાસશ્રવણુરિની ખાસ અગત્યતા રહેલી છે. શાકાશ્રવણથી આત્મવરૂપનું ભાન થાય છે અને ભાન થતાં આત્મગુણેનું સ્મરણ થાય છે, મરણ થતાં તે ગુણેને મેળવવાનો પ્રયાસ થાય છે અને તે માટે પ્રયાસ કરતાં મેહનીય કર્મ રહી શકતું નથી. જ્યારે મોહનીય કર્મ ટળે છે ત્યારે જ્ઞાનાવરણીય કર્મ નાશ પામતાં અંતરાય કશું જેર ચાલતું નથી અને આત્મા કેવલજ્ઞાનને પામે છે એટલે અનંત જ્ઞાન-દર્શનચારિત્ર-અનંત સુખને આવિર્ભાવ આપોઆપ થાય છે. જન્મ-મરણના તેમજ આધિ,
For Private And Personal Use Only