________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાખવી. ઉન્માદ થાય તેવું ખાવું નહી, અને પીવું નહી. પ્રાયઃ ખાન-પાનાદિક મન અને આત્મા તેમજ શરીર ઉપર બહુ અસર કરે છે.
૬૩૩ ખાન-પાનની સાથે તનમનને સંબંધ છે. મનને સ્થિર રાખવું હોય, અને તેના તરફથી આત્મિક વિકાસ સાધ હોય તે ખાવા-પીવામાં બહુ લક્ષ રાખવાની જરૂર છે. અયોગ્ય ખાવાથી અને પીવાથી શરીર બગડે છે. વિવિધ વ્યાધિઓ ઉત્પન્ન થાય છે અને તેની અસર સાત ધાતુઓ ઉપર તેમજ ચિત્ત ઉપર થાય છે–સારામાં સારી કાયા અને મન હોય તે પણ તામસિક અને રાજસિક આહાર કરતાં વ્યાધિઓ આવીને ઉપસ્થિત થાય છે. એટલે સ્વાદ લેતાં આસ્વાદ ટળે છે અને કઈ વખતે એવી બીમારી લાગુ પડે છે કે, મરણ પર્યત પણ કેડે છેડતી નથી. પૂર્વ-કર્મોના ઉદયને મૂકી કહીએ તે પ્રાયઃ ખાવા-પીવામાં બહુ આસક્તિવાળા માનવીએ પોતે જાતે વ્યાધિઓને આમંત્રણ આપી પોતાના શરીરમાં તેઓને સ્થાન આપે છે અને તેમને આસક્તિ હોવાથી ખબર પડતી નથી; પછી બૂમ પાડ્યા કરે છે કે, અમે બહુ બીમાર છીએ, કેઈ પણ સારસંભાળ લેતું નથી. આ પ્રમાણે બૂમ પાડે પણ વાદ એ છે કરે નહી, ત્યાં બીજાઓ શું કરે? ખેરાકી સાથે મન અને તનને ખાસ નિકટને સંબંધ છે, અને તે સંબંધ રીતસર જાળવી રાખીને લાભ લે હોય તો ખેરાક ખાવામાં સાવધાની રાખી, તે સંબંધ તૂટે નહી તે પ્રમાણે લક્ષ રાખવું વોઈએ. આપણે પશુઓની માફક પચાવવાની શકિત નથી. એટલી બળવતી જઠર નથી કે જે ખાય તે પચી જાય. જ્યારે
For Private And Personal Use Only