________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ વિષય વાસના તે ભવભવ મારે છે. અરે! તેના વિચારે પણ છવાત્માને શાંતિથી બેસવા દેતા નથી, માટે પ્રથમ આત્મસંયમને કેળવવાની ખાસ આવશ્યકતા છે, ક્રોધ-માનમાયા અને લોભ તે વિષય વાસનાના કટુક ફ રહેલા છે. વિષય વાસનાને વશ બનેલ દેવ પણ આત્મલાભ મેળવી શકતા નથી, તે પછી સામાન્ય જીવનું તે ગજુ હાય કયાંથી? વિષય વાસનાની તૃપ્તિ કરવા માણસે આકાશ-પાતાલને એક કરવા જેટલી મહેનત કરે છે. વજન વર્ગ સાથે કલહ-કંકાસ કરીને વારેવારે અથડામણ ઊભી કરે છે, નિષિીને દેષિત ઠરાવે છે અને દષિતને નિર્દોષ કહેતાં વિલંબ કરસ્તા નથી; અર્થાત ઉન્માર્ગને વખાણે છે, સન્માર્ગ તરફ ઉપેક્ષા ધારણ કરીને આધિ-વ્યાધિમાં ફસાઈ પડે છે; જેટલાં દુખે સંસારમાં રહેલાં છે, તેટલી વિડંબના રહેલી છે તે ઉપાધિમાં જે ફસાયા નથી તેઓ જ આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક દુઓને દૂર કરવા સમર્થ બને છે. સારી રીતે એકાગ્રતા હેય-ઉદ્યમ ચાલુ હોય તે જ આત્મસંયમ કેળવાય છે, માટે ત્રિવિધ તાપને શાંત કરનાર આત્મ સંયમને સ્વીકાર કરે, સત્ય શાંતિસત્ય શુદ્ધિ અને સત્ય સુખને ભંડાર તમારી સમીપમાં જ છે.
૫૪૩. અનંત રદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિને પ્રાપ્ત કરવી તે તમારે જન્મસિદ્ધ હક્ક છે, તમે સફલતા અને સુખને પ્રાપ્ત કરવા જમ્યા છે; તે પછી. અનંત-સદ્ધિ-સિદ્ધિ વિગેરે ક્યા ઉપાસે જવાથી ઉપલબ્ધ થાય, તેને વિચાર કર-વિવેક કરીને વિરુદ્ધ ઉપાચને ત્યાગ કરી જરૂરી છે. ઉપાયે કર્યા સિવાય ઈષ્ટ વસ્તુઓ મળવી તે અશકય છે. જે
For Private And Personal Use Only