________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦
તરફ વલણ લે નહી ત્યાં સુધી અનંત નિધાનના સવામી પર પ્રેમ જાગ્રત્ થતું નથી. તેથી તે બુદ્ધિના સ્વામીઓ બેહાલ દિશામાં આવી પડે છે, જે કાંઈ સંરકૃતિ લઈને આવ્યા છે અને જે કાંઈ પુણ્ય લઈને આવ્યા છે, તે ગુમાવી બેસે છે. તેની સાર્થકતા સધાતી નથી. ઉન્માગે ગમન કરતાં સમાગ ક્યાંથી સૂઝે? માટે જે સંસ્કારે સારા મળ્યા છે અને બુદ્ધિ સારી મળી છે તે આધારે આત્મિક ગુણેને ઓળખો.
પર૮. દિવસે વ્યાવહારિક કાર્યોની અથડામણ અને આંટીઘૂંટીથી તમારું મન સંતપ્ત બનેલ હોય, કંટાળી ગએલ હેવ તે રાત્રીના સમયે સારી રીતે વિચાર કરી, દુન્યવી પદાર્થોની અનિત્યતાની ભાવના ભાવીને મનને શાંત કરીને સૂવું ઉચિત છે, સિવાય નિદ્રા લેવામાં શારીરિક, માનસિક બલ ઘટે છે અને નિદ્રા રીતસર આવતી નથી. તેથી જે ઉલ્લાસ-તાકાત, આરામ લીધા પછી કે નિદ્રા લીધા પછી આવવી જોઈએ તે આવતી નથી. અને સંત મનવૃત્તિમાં જાગ્રત થવું પડે છે. ક્રોધ-માન-માયા અને લેભાદિક વિચારે, સૂઈ રહ્યા પછી પણ લાંબા વખત સુધી રહ્યા કરે છે. તેથી મનને શાંતિ મળતી નથી અને બલ ઓછું થતું જાય છે, માટે રાત્રીમાં નિદ્રા લેતી વખતે સર્વ પાપના વિચારેને ત્યાગ કરી સુવું જરૂરનું છે.
પરનાના બે પ્રકારે છે. શારીરિક અને માનસિક શારીરિક રનાન, સ્વચ્છ પાણીથી થાય છે એટલે શરીરને મેલ રહેતું નથી, પરંતુ શારીરિક નાનથી મનને મેલ દૂર ખસતે નથી. માનસિક મેલને દૂર કરવા, મનના વિકારને સમ્યગુજ્ઞાન
For Private And Personal Use Only