________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૭ કેદખાનાની દિવાલ સાથે પોતાની જાતને અફાળે છે, અને પીડાઓના પિકા પાડ્યા કરે છે. પિતાના વિચારો અને વિકારે જ કેદખાના ઊભા કરે છે અને તેમાં જ ફસાઈ પડે છે, એમાં અન્ય નિમિત્તોને શે દેષ? જેઓ વિષય કષાયના અગર રાગ-દ્વેષ–મેહના વિકારોના કેદી બનતા નથી, તેઓ સ્વતંત્રતાના સ્વામી બની આત્મકલ્યાણ સાધવા માટે સમર્થ બને છે અને અક્ષય-અનંત સુખના અધિકારી બને છે.
અક્ષય-અનંત સમૃદ્ધિના જેઓ અધિકારી હોય છે, એ મહાશયને દુન્યવી ત્રદ્ધિ-સિદ્ધિ તરફ આકર્ષણ હેતું નથી, તેથી તેઓ ઉદાર બની મળેલી મિલકત જનકલ્યાણ માટે વાપરે છે, એમાં સંકેચ લાવતા નથી. કહેવત છે કે-ઉદાર માણસ આપીને શ્રીમંત બને છે અને કૃપણ માણસ ધનને સંગ્રહીને ગરીબ બને છે.
પ૨૫. સંકુચિત મનના કંજુસ અને શંકાશીલ મનુષ્ય તરફ સમૃદ્ધિને પ્રવાહ કે ઝરે વહેતે નથી અને વહેશે પણ નહી. આપણે જેટલી ઉદારતા-હદયની વિશાલતા તેટલી જ સમૃદ્ધિ આપણને પ્રાપ્ત થાય છે અને થશે. એક પ્રવાહને બીજો પ્રવાહ આવીને પ્રાપ્ત થાય છે-મળે છે અને બમણા વધેલા પ્રવાહને ત્રીજે એથે મળી નદીના સ્વરૂપને ધારણ કરે છે. નદીસ્વરૂપ બનેલા તે પ્રવાહો સુકાઈ જતા નથી. અખંડ તેઓને પ્રવાહ ચાલુ રહે છે. આપણે જે કુપણુતા, દુર્બલતારંકતા ધારણ કરીશું તે, અનંત સુખના પ્રવાહ બંધ પડવાના . અને મહત્તા મળવાની નહી, માટે માનસિક વૃત્તિને ફેરવી ઉદારતા લાવવા વિચાર અને વિવેક કરવાની જરૂર છે. આપણી
For Private And Personal Use Only