________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪ મલિનતા-ઉદાસીનતાને બદલે ઉત્સાહ, આનંદ અને ઉન્નતિ થાય. અનાદિકાલની દીનતા-હીનતાને નાશ થાય અને અનંત અદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિના સ્વામી બનાય, માટે મને વૃત્તિને નિર્મલ કરીને આત્મશ્રદ્ધાને ધારણ કરે.
પર૧. પ્રભુ મહાવીરસ્વામીએ, આત્મોન્નતિ માટે જે જે આજ્ઞાઓ ફરમાવી છે, તે આજ્ઞાનું પાલન કરવા માટે મનુષ્યોમાં શક્તિ રહેલી છે. અને આજ્ઞાઓનું પાલન કરીને ઉન્નતિના શિખરે આરૂઢ થવાય, એવી જ ફરમાવેલી છે. પાપસ્થાનકને નિષેધ કરવાપૂર્વક તેઓના વિચારને પણ નિષેધ દર્શાવેલ છે. પાપસ્થાનકોની વિચારણું તેમ જ આચરણને યથાશક્તિ જે ત્યાગ થાય તે જરૂર માણસે નિર્ભય, નિઃશંક બને. તેઓના મનમાં દીનતા-હીનતા-ગરીબાઈ જેવું કાંઈ ભાસે નહી. શારીરિક, માનસિક અને આત્મિક ઉન્નતિ, ઉત્તરોત્તર વિકાસ પામતી રહે, જેમ જેમ પ્રભુ આજ્ઞાનું પાલન, તેમ તેમ શારીરિક, માનસિક અને આત્માની શુદ્ધિ થતી જાય છે. પ્રભુ આજ્ઞાના પાલનની રુચિ, તે સમકિત કહેવાય છે, અને તે સમકિત-શ્રદ્ધામાં ત્યાગવાલાયક-જાણવાલાયક અને મેળવવાલાયક અર્થાત્ હેય, રેય અને ઉપાદેયનું ભાન ભાન થાય છે, એટલે જે માન્યતા-વિચારણા પ્રથમ હેય છે તે બદલાઈને તેજ માન્યતા અને વિચાર આત્મિક ગુણ તરફ વલણ લે છે, એટલે અસત્યને અસત્ય તરીકે માનવા તૈયાર હોય છે, અસત્યને સત્ય તરીકે માનવા તે શ્રદ્ધાવાન્ તૈયાર હોતા નથી, તેથી તેમને સમ્યગ્રજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને મિથ્યાજ્ઞાનમાં શ્રદ્ધા રહેતી નથી. સદ્વિચારણાના યેગે અને સમ્યગૂજ્ઞાનના યુગે માહ
For Private And Personal Use Only