________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮ આત્મોન્નતિ કરવામાં બેનસીબ રહે છે; ફકત નાટકીઆની માફક શ્રોતાવર્ગને ખુશ કરે અને તે દ્વારા માન-સન્માનને મેળવે તેથી શું? આત્મામાં રહેલા ગુણેને ઉઘાડ થયે નહીં; ફક્ત જનતાને ખુશ કરવા માટે પેટ, પટારો અને પરિવારને માટેજ પરિશ્રમ કર્યો કહેવાય, કારણ કે બોલ્યા પ્રમાણે અમુક અંશે પણ વર્તન થયું નહીં; માટે પંડિતાએ વિદ્વત્તા–વાફપટુતા તથા સમયસૂચકતાની સાથે વતન-સચ્ચારિત્રતાને લાવવા માટે પણ પ્રયત્ન કરવાની જરૂર છે.
૨૮૦. સચ્ચારિત્ર-વર્તન વિદ્વત્તા-વાક્પટુતા તેમજ સમયસૂચકતાની સાથે જે સરચારિત્રવ ન હોય તે તે ગુણે શોભાસ્પદ બનતા નથી અને આત્મીય લાભ ન મળતા હોવાથી વૃથા જાય છે, માટે સદ્દવર્તન રાખવાની પણ ખાસ અગત્યતા છે. એક શેઠને શરીરે વ્યાધિ થએલ હેવાથી ઘણું પીડા થતી હતી; તથા આ વ્યાધિ કયારે ટળે? તેની ચિંતા રહ્યા કરતી હતી. જે કે આ શેઠ વિદ્વાન તથા બોલવામાં કુશળ હતા તથા સમયસૂચકતા પણ સારા પ્રમાણમાં હતી, પણ તે ગુણે પ્રમાણે વર્તનમાં ઘણું ખામી હોવાથી આ વ્યાધિથી ખાંસી અને તાવ આવતું હતું. વૈદ્ય પાસે જવામાં શરમ આવતી, પરંતુ જ્યારે વ્યાધિએ જોર પકડયું અને પીડા ને ચિન્તા અધિક થવા લાગી ત્યારે અનિચ્છા અને વજન વર્ગના આગ્રહથી વૈદ્ય પાસે ગયા. વૈધે બરાબર નિદાન જાણીને દવા આપી. પ્રથમ રેચની દવા, પછી ખાંસી અને જવર મટાડવાની તથા શક્તિ વધારવાની દવા આ પ્રમાણે દવા આપીને કહ્યું કે-જ્યારે ખાંસી અને જવર માટે ત્યારે દૂધની સાથે ભાત લે. આમ કરતાં જ્યારે
For Private And Personal Use Only