________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩. નિર્દય તથા વિષય કષાયની આસક્તિવાળાએને ચિન્તાઓ અધિક હોય છે અને બહુ સતાવ્યા કરે છે, ભયના ભણુકારા તેઓને જંપીને બેસવા દેતા નથી. એટલે નિરન્તર ભટકતા રહે છે, ત્યારે વ્રતધારીઓને ભય કે ચિતાઓ હેતી નથી.
૧૮૪ પ્રસંગને ઉચિત સત્ય બોલવું, કોઈની સાથે વિરોધ કર નહી, અને અંગીકાર કરવું શુભ કાર્ય જલદી કરવું, આ પ્રમાણે વર્તન કરવાથી પ્રશંસાપાત્ર બનાય છેઘણું બોલવા છતાં પ્રસંગોચિત બોલાયું ન હોય તે તેની કિંમત અંકાતી નથી. - ૧૮૫. નીચ અગર ઉત્તમ સાથે વિરોધ કરવાથી, કોઈ પ્રસંગે નુકશાની થવાને વખત આવે અને મૈત્રી ભાવના રહે નહી. અંગીકાર કરેલું શુભ કાર્ય કરવામાં આળસ કરવામાં આવે તે જે લાભ થવાને હોય છે તે થતું નથી અને પછી શુભ કાર્યોમાં પ્રમાદ વધે છે.
સુગ અને સુઅવસર પ્રાપ્ત થતાં જે આળસ કરે છે અને ભાવી કાલના ભરોસે રહે છે, તેવા માણસને પાછળથી પસ્તાવે થયા વિના રહેતો નથી માટે સારા સંગમાં અને સારા અવસરે જે શુભ કાર્યો કરવાનાં હોય તે જલદી કરવાં જોઈએ.
૧૮૬. જે વખતે કે પ્રસંગે મૌન રાખવાની જરૂર હેય, તે વખતે બહુ બોલવાથી ધારેલી બાજી બગડી જાય છે, એટલે વૈરવિરાધ વધે અને કાંઈ પણ લાભ થતું નથી માટે તેવા પ્રસંગે મૌન ધારણ કરવું અને બોલવાના પ્રસંગે મૌન રાખવું નહી.
For Private And Personal Use Only