________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧ પડે એમ છે. તમે કુશલતા વાપરી વ્યાપાર દ્વારા શ્રીમાન બન્યા-સારી રીતે શિક્ષણ લઈ અધિકારી થયા અને પુત્રાદિકને પણ સારી શિખામણ આપીને પ્રવીણ બનાવ્યા, પરંતુ તમે પિતાને માટે, તમારા આત્માને માટે કેટલું શિક્ષણ લીધું અને શિક્ષણ લઈ માનસિક વૃત્તિને કેટલી કબજામાં રાખીને આત્મિક લાભ લીધે? ખ્યાલ રાખશે કે, તે વૃત્તિને કબજામાં રાખીને શિક્ષાએ આપ્યા વિના ચાલશે નહી, કારણ કે તે માનસિકવૃત્તિ ઉપર જ સુખદુઃખને આધાર છે. ઉન્નતિઅવનતિ તે ઉપર રહેલી છે. માટે માનસિક વૃત્તિને સારી રીતે કેળવી કબજામાં રાખે તે વિના લીધેલી કેળવણું અને પ્રાપ્ત કરેલી સત્તા, તેમજ ધનાદિક, ઈષ્ટલાભ આપવા સમર્થ બનશે નહી; પણ ચિન્તા–પરિતાપાદિકથી પીડાવું પડશે.
૧૧૭. માનસિક વૃત્તિને સ્થિર કરવા માટે સમ્યગુરુ જ્ઞાન, વતનિયમાદિ રૂપ લગામની જરૂર છે. તેઓના આધારે માનસિક વૃત્તિઓ કબજામાં આવી સ્થિર થશે. દરેક પ્રાણુઓને ચેતના હેવાથી કેળવણ-શિક્ષણ મળતાં તેઓની ચેતના વિકાસ પામે છે; વિકાસ થતાં પ્રાણીઓ, ઉરચ સ્થિતિને પ્રાપ્ત કરે છે અને ઉરચ સ્થિતિ પ્રાપ્ત થયા પછી જ પ્રાણીઓ,
વપરને ઉપકારકારક બને છે તેવી રીતે માનસિક વૃત્તિને, પિતાની ચેતનાને જે કેળવણી આપવામાં આવે તે તે શિક્ષણ
ગે પિતાને અને પારને લાભદાયક થાય અને આધિ, વ્યાધિ, ઉપાધિનાં દુઃખે ટળે, જન્મ-જરા અને મૃત્યુનાં દુખે પણ રહેવા પામે નહી. શારીરિક કેળવણી લેશો તે શારીરિક વ્યાધિ મટશે પણ માનસિક આધિ તે રહેવાની, આધિ જેવું દુખ
For Private And Personal Use Only