________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ર
૮૯ ધનચાવન ચરાને ટાઈ તેમજ બળમન કાયાની સફલતા, વિનય વિવેક અને પ્રસન્ન મન ઉપર રહેલી છે. ધન હેતે પણ જે વિનય હાય નહી તે, મદ-અભિમાન-અહંકાર આવશે અને મતાદિ વડે તેજ ધનવાન-હલકા પડવાને. તેમજ જ્ઞાનાદિક આત્મિક ગુણ તરફ રુચિ નહી જાગે; માટે ધનાદિક પ્રાપ્ત કર્યા પછી પણ વિનયને વિસરવા જેવું નથી. ધનના અભિમાનથી જે મહાટા હોય છે તે છેટા બને છે અને છેટા અધમ બની નીચગતિના ભાજન બને છે, માટે વિનયથી ધનની સફલતા કહેલી છે. તે સિવાય તેને માટે કરેલા અથાગ પરિશ્રમ વૃથા જાય છે. પૃદયે પ્રાપ્ત થએલ યૌવનમાં જે વિવેક ન હોય તે અનેક પાપારમાં તે યુવાવસ્થા લાવી મૂકે છે, અનેક પાપ કરાવીને અનેક યાતનામાં ફસાવે છે. વિવેકથી ગુણદોષ માલુમ પડે છે; તે સિવાય પશુઓને પણ યુવાવસ્થા પ્રાપ્ત થાય છે. પણ વિવેકરહિત હેવાથી તેની સાર્થકતા તેઓ મેળવી શકતા નથી અને સહજ પ્રતિકૂલતા થતાં મારામારી ઉપર આવે છે.
મનુષ્ય તે વિચારશીલ હોવાથી ધનવાન બને કે યુવાન હોય તે પણ વિનય-વિવેકને વિસરતા નથી અને તેને વિચાર કરે છે કે ધન અને યૌવન ક્યાં સુધી રહેવાનું વિણસતાં વાર લાગતી નથી, તે પછી તેને મદ કરવો તે વૃથા છે. આ પ્રમાણે વિચારના ચુંગે તેઓને વિનય-વિવેક આવે છે. માનવી, ચક્ષુવાળા હોય પણ તે વિનય અને વિવેક ન હોય તે અમુક અપેક્ષાએ અંધ કહેવાય માટે ધન-યૌવન-મહેટાઈ વિગેરે પ્રાપ્ત થયે છતે તેને મદ અવશ્ય ત્યાગ કરે તે આવશ્યક છે, મદ
For Private And Personal Use Only