________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧
જગતમાં નકલી વસ્તુઓના પ્રચાર કરવા જેટલા પ્રયાસ કરવાં પડે છે તેટલાં અસલી વસ્તુ માટે પ્રયાસ કરવાની જરૂર રહેતી નથી—એ તે પેાતાના ગુણેથી પ્રસિદ્ધ થાય છે અને તેના સર્વત્ર પ્રચાર થાય છે. મનુષ્ય આપે।આપ તે વસ્તુઓને આળખી તેને ગ્રહણ કરવા પડાપડી કરે છે, પરંતુ દુન્યવી નકલી સુખને ખાતર માનવીએ છે પ્રયાસ કરતા નથી અને તેના પ્રચાર કરવા માટે પણુ ખામી રાખતા નથી, છતાં તે મળેલુ સુખ લાત મારી- ુંસાએ લગાવીને ચાલ્યું જાય છે ત્યારે આત્મા પરિતાપ કરવામાં ખાકી રાખતેા નથી; એટલે નકલી સુખ વિષયના વિકારમાં રહેલુ છે અને અસલી કહેતાં સત્ય સુખ સમતામાં સમાયેલ છે. નકલી સુખમાં જગત, મુગ્ધ અનેલ હાવાથી સત્યસુખના અનુભવ આવવા દુઃશક્ય છે, માટે નકલી સુખના વિશ્વાસ રાખવા જેવા નથી અને તેમાં મુગ્ધ થવું તે રત્નજડિત કડું આપીને બાર ખરીદવા જેવુ કહી શકાય. સમજુ જને તે નકલી સુખમાં મુગ્ધ ખનતા નથી અને તેનાથી સથા મુક્ત થવા કમ્મર કસે છે-અનેક ઉપાયા ચેાજીને વખતસર તેનાથી મુક્ત બને છે. નકલી વસ્તુમાં પ્રથમ ચળકાટ હાય છે, પણ તે વખત જતાં તે ચળકાટને સ્થાને શ્યામતા આવીને સ્થાન જમાવે છે, તેવી રીતે વિષયસુખમાં ચળકાટ હોવાથી પ્રથમ અધિક પસંદ પડે છે, પણ પરિણામે અતિશય પરિતાપ ઉત્પન્ન કરાવનાર અને છે, માટે તેમાં મુગ્ધતા ધારણ કરવા જેવી નથી, કારણ કે તેનાથી રાગ-દ્વેષના વિકારા તે મુગ્ધને ચારે બાજુએથી ઘેરી લે છે-તેથી આત્મિક શક્તિ અવરાતી હાય એ-દખાતી હોય છે—આત્મિક શક્તિ ઉપર ખણુ આવવાથી માનવા જડ જેવા અની નીચ ગતિના ભાજન અને છે,
For Private And Personal Use Only