________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
સુધારવા માટે કેટલો પ્રયાસ કર્યો? કેટલી ચિન્તાએ કરી? તેમજ કેટલે સદ્દગુરુને ઉપદેશ સાંભળીને વર્તનમાં મૂકવા માટે મહેનત કરી? પૂછે તમે તમારા જ આત્માને, સાચે જવાબ મળશે અને થતી ભૂલ બીજી વાર થશે નહી, સઘળુંયે કુટુંબ તમારી પાસે છે. શુદ્ધોગ પિતા અને ધીરજ માતા તમારી વાટ જઈ રહેલ છે અને સમતારૂપી સ્ત્રી તમને ભેટવા માટે તલસી રહેલ છે. તો કયાં અન્યત્ર ભટકે છે? યાતનાઓ-વિપત્તિઓ અને વિડંબનાના દુખને ભૂલી કેમ જાઓ છો? તેઓને હઠાવવા માટે તમારામાં તાકાત રહેલી છે; પણ ભટકવાનું ભૂલીને નિજ ઘરમાં આવે ત્યારે તેની સમજણ પડે અનંતકાલ સુધી પરિભ્રમણ કર્યું તેથી તમેએ સુખ મેળવ્યું કે સંકટ! તેને વિચાર કરો. સુખ તે તમારી પાસે છે, અન્યત્ર છે જ નહીં, માટે અન્તરને શેળે.
૭૮. જેઓને પિતાની આત્મશકિત ઉપર શ્રદ્ધા નથી કે “મારા આત્મામાં અનંતશક્તિ રહેલી છે તેને આવિભવ પ્રથમ કરું અને આત્મશક્તિમાં સર્વશક્તિઓને સમાવેશ થાય છે, કાંઈપણ કમીના રહેતી નથી.” આવે જેઓને વિશ્વાસ નથી તેઓ સારા નરસા સંગે ઉપસ્થિત થતાં તેના દાસ બની જાય છે-સારા સંયેગે મળતાં અહંકાર-અભિમાનને કેફ ચઢે છે તેથી તેઓ સારા સંયેગોને સત્ય લાભ લઈ શકતા નથી–અહંકાર અભિમાનના નશામાં પાગલ જેવા બની રહે છેવિનય-વિવેકને વિસારી વિષયવૃત્તિમાં આસક્ત બને છે, તેથી મળેલા સુંદર સંગે વિફલ બને છે, અને પાપોદયે અશુભ સગે મળતાં-પ્રતિકૂલ સંગે ઉપસ્થિત થતાં તેઓના
For Private And Personal Use Only