________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૧ ) એક મનુષ્ય આવ્યો છે તે આપણને મારનાર નથી, તેથી તે માણસથી જનાવરે અને પક્ષીઓ વચ્ચે એક સુન્દર સમાનભાવ ઉત્પન્ન થયો. તે તેમને બેલાવતો ત્યારે તેઓ તેની પાસે આવતાં. સર્વ પણ તેના પગની આસપાસ વિંટાળાતાં. ઝાડપરથી તે ખીસકેલી લે એટલે તે નાનું પ્રાણી તેને છોડવાની નાખુશી બતાવે અને થેરેના બદનમાં સંતાઈ જાય. નદીમાંનાં માછલાં પણ તેને ઓળખતાં. આપણને એ કાંઈ પણ ઈજ કરનાર નથી એવા સંપૂર્ણ વિશ્વાસથી તેઓ તેમને પાણીમાંથી ઉચકવા દેતાં. તેણે પિતાનું ઘર એક જંગલી ઉંદરના માળાપર બાંધ્યું હતું. તે ઉંદર પ્રથમ બીતે હેતે હવે તેની પાસે આવતો અને તેના પગ આગળથી જેટલીના કકડા ઉપાડી લેતો, પછી તે તેનાં પગરખાં અને તેનાં લુગડાંપર દોડતે, અત્તે તે ઉંદર એટલે બધે હળી ગયે કે તે પાટલીપર બેસતો ત્યારે તે તેનાં લુગડાંપર તેની બાંહોમાં અને જે કાગળમાં તેનું ભેજન પીરસ્યું હોય તે કાગળની આસપાસ કૂદતે; તે પનીરને કકડો લેતો ત્યારે તે ઉંદર આવતો અને તેના હાથમાં તે કરડતો, અને ખાઈ રહે ત્યારે માખીની પેઠે પોતાનું મોં અને પંજા સાફ કરતા અને ચાલ્યો જતો. ( કર્તવ્યપુસ્તક).
સ્વામી રામતીર્થ હિમાલય પર્વતની ગુફાઓમાં રહેતો હતે. વાઘ સિંહ વગેરે હિંસક પ્રાણુઓ પણ તેને ઈજા કરતાં નહોતાં. (રામતીર્થચરિત્ર)
પશુઓ અને પંખીઓ ઉપર સમાનભાવની અસર થાય છે, તો મનુપર સમાનભાવની ઘણું અસર થાય તેમાં શું આશ્ચર્ય? પરસ્પર ઉંચ નીચને ભેદ કપીને મનુષ્ય બ્રહ્મભાવની દશાને પ્રાપ્ત કરી શકતાં નથી. સમાનભાવથી આખી દુનિયાના મનુષ્ય પ્રતિ એકસરખી આત્મભાવના જાગ્રત થાય છે અને તેથી આત્મા, સ્થૂલ ભૂમિકામાં પણ આખી દુનિયાનો સ્વામી બનવાનો અધિકાર પ્રાપ્ત કરી શકે છે. આપણી અધ્યાત્મવિદ્યાદેવીનો સત્કાર કરીને તેને મનમંદિરમાં પધરાવે અને તેની આજ્ઞા પ્રમાણે આખી દુનિયામાં સમાનભાવ રાખે, પશ્ચાત્ જુઓ કે પૂર્વની તમારી જીંદગી કરતાં હાલની જીદગી કેટલી બધી ઉત્તમ બની છે.
એટલું તો કહ્યા વિના ચાલતું નથી કે, આર્યોની અને આર્યાવર્તની ઉન્નતિઅર્થે અધ્યાત્મજ્ઞાનની ઘણું જરૂર છે. અધ્યાત્મજ્ઞાનવિના સમાનભાવની ભૂમિકા દઢ થતી નથી. અધ્યાત્મજ્ઞાનથી ઘણું કૃત્રિમ ભેદના કદાગ્રહ શમી જાય છે અને પિતાની જીંદગી અમૃતસમાન લાગે છે. અનેક ભવના સંસ્કારથી અધ્યાત્મજ્ઞાનપ્રતિ રૂચિ થાય છે અને તેની પ્રાપ્તિ થાય છે. એકવાર તમારા હૃદયમાં અધ્યાત્મજ્ઞાનનું તેજ પાડે,
ભ. ઉ. ૧૧
For Private And Personal Use Only