________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( to )
રમાં રહેલા આત્માની ઉત્તમતા સમજી શકતા નથી. સમાનભાવ એ સર્વ પ્રકારની ઉચ્ચતાની નિસરણિ છે. સમાનભાવથી ઇર્ષ્યા વગેરે દાષાના તુર્ત નાશ થાય છે. શ્રીમદ્ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યમાં જૈનધર્મના પડેલા ગચ્ચેના ભેદપ્રતિ સમાનભાવ હેાવાથી, તેઓએ ગચ્છભેદના કલેશમાં પેાતાની લેખીનીનેા ઉપયાગ કર્યો નથી. શ્રીહીરવિજયસૂરિમાં પણ સર્વ ગચ્છીય સાધુએ પ્રતિ સમાનભાવ વધતે જતા હતા, તેથી તેઓ અન્ય ગચ્છીયા સાથે ચર્ચા કરી લેશની ઉદીરણા કરવી નહિ એવા ઠરાવ કરવા સમર્થ થયા હતા. અકબર માદશાહુ અલ્પ એવા સમાનભાવથી હિન્દુ અને મુસલમાનેાના પ્રેમ જીતવા સમર્થ થયા અને ઇતિહાસના પાને તેનું નામ કીર્તિમય થઈ ગયું. ગમે તે સ્થિતિમાં મનુષ્ય સમાનભાવથી આત્મિકસુખ પ્રાપ્ત કરે છે. સમાનભાવના માર્ગે જતાં આત્મસુખનેા પ્રકાશ થાય છે. સમાનભાવના મૂળમાં, આખી દુનિયાના સત્યધર્મના પ્રકાશ રહ્યો છે. જે મનુષ્ય, સમાનભાવને વર્તનમાં મૂકી જણાવે છે, તે મહાત્મા થાય છે. સમાનભાવના લેખેા ઘણા જોવામાં આવે છે પણ તેને ધારણ કરનારા હયાત મનુષ્યે અલ્પ જોવામાં આવે છે. પેાતાનું માન જાળવવામાં જ્યાં મહેચ્છા હોય અને અન્ય મનુષ્યા જ્યાં હલકા જણાતા હાય ત્યાં સમાનભાવને તિરસ્કાર છે, અને એ તિરસ્કારને ઘેોષ આખી દુનિયાને ખરાબ અસર કરે છે.
સમાનભાવથી દયા-શુપ્રેમ, વગેરે ગુણા ઉચ્ચ ભાવમાં ખીલતા જાય છે અને તેથી ક્ષુદ્ર જંતુઓ પણ આપણી સાથે હળીમળીને ગેલ કરે છે. સમાનભાવથી પશુઓ અને પંખીઓપ્રતિ શુદ્ધ પ્રેમભાવના ખીલી ઉઠે છે.તે સંબન્ધી નીચેનું દૃષ્ટાંત મનન કરવા યોગ્ય છે.
મસ્સા ન્યુસેટસમાં કાન્કોડ ના ઘેરા, પ્રાણીએ પ્રતિ સમાનભાવ રાખીને તેમની સાથે પ્રીતિ રાખવામાં પ્રાચીન સાધુએ જેવા હતા; ઇ. સ. ૧૮૪૫ માં વૉલ્ડન સરોવર આગળ તે જંગલમાં ગયા, તેણે જંગલમાં એક ઘર આંધવા માંડ્યું, તેથી રૅન અને ખીસકોલીને આશ્ચર્ય લાગ્યું, પણ પ્રાણીને તરતજ માલુમ પડ્યું કે તેના ઇરાદા તેમને કશી ઇજા કરવાના નથી. તે પડી ગયલાં ઝાડપર કે ખડકની કારપર સૂતા અને બિલકુલ હાલ્યાચાલ્યાવિના સ્થિર રહેતેા. ખીસકેાલી ને “વૃડચક એની પાસે વધારે વધારે નજીક આવતાં અને એને અડકતાં પણ ખરાં. જંગલમાં એવી ખબર ફેલાઈ કે આપણામાં
૧ ઉત્તર અમેરિકાનું માંસાહારી પ્રાણી ! ૨ એક જાતનું ભૂંડ જેવું નનવર.
For Private And Personal Use Only