________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પશ્ચાત તમારા હૃદય સામું જુઓ, એ પહેલાં કરતાં ઉત્તમ બનેલું તમને જશે. દુનિયાના મનુષ્યો જે પિતાના આત્માને ઓળખે તો પાપપ્રવૃત્તિના ચક્રમાં ચડાવેલા પોતાના આત્માને શાંતિ આપવા, સતેષનું આવાહન કરી શકે. મનુષ્ય પોતાની જીંદગીપર ધારે તે પ્રકાશ પાડી શકે અને પ્રમાદથી પ્રયત્ન ના કરે તો પિતાને અંધકારમાં રાખી શકે. દુનિયા પ્રભુને પૂજવા પ્રયત્ન કરે છે પણ હૃદયનાં બારણાં ઉઘડ્યા વિના પ્રભુનાં દર્શન કરવા સમર્થ થતી નથી, તે પૂજાની શી વાત કરવી? સમજ્યા વિના મનુષ્યો લવલવ અને લપલપમાં પોતાની જીદગીનો ઘણો ભાગ વ્યર્થ ગાળે છે. જેણે પોતાની જીંદગી માટે એકાંત પથારીમાં બે અથુ ઢાળ્યાં નથી અને જેણે પોતાના આત્માને ઓળખવા માટે અન્તરમાં કોઈપણ વિચાર કર્યો નથી, તેવા મનુષ્યો કિરાત કન્યાની પેઠે “ચઢીના હારસમાન” બાહ્ય સુવર્ણાદિ ભૂષણેથી પોતાને ઉત્તમ કપી લે છે અને પશ્ચાત્ તેઓ ઉત્તમ જીંદગીને હારી ચાલ્યા જાય છે. દયાભાવને દર્શાવવામાં અને શુભ કૃત્યો કરવામાં મનુષ્યો પાછળ પડે છે તેનું કારણ એ છે કે, તેઓ અધ્યાત્મજ્ઞાનના પ્રકાશથી દયાની વેલડીની વૃદ્ધિ કરવામાં લક્ષ આપતા નથી. મનુષ્યોના દોષ કાઢવા મનુ રાત્રિદિવસ જીભને હલાવ્યા કરે છે, પણ તેઓને આત્મજ્ઞાનને બોધ દેવા, વા લેવા તો-જડ જેવા બનીને કાંઈપણ સત્ય પ્રયત્ન કરી શકતા નથી. દુનિયાના મનુષ્યોને ઉત્તમ બનાવવા હોય તે અધ્યાત્મવિદ્યાની કેળવણું આપવાની જરૂર છે. ઉપદેશકેને ઉત્તમોત્તમ બનાવવા હોય તે અધ્યાત્મજ્ઞાનને ફેલાવો કરવાની જરૂર છે. અધ્યાત્મજ્ઞાન એ હૃદયને શીતળ કરવા દિવ્ય શીતળ હવા છે. તેને સ્પર્શ જેને થયું નથી તે ભલે તેનાથી દૂર રહે જેને તેને શીતળ સ્પર્શ થયે હોય છે તે દેહ છતાં–ખરું સુખ ભેગવવા ભાગ્યશાળી બને છે. અધ્યાત્મજ્ઞાન એ શ્રી વીરપ્રભુએ આપેલી સુખ પ્રસાદી છે. દુનિયાના મનુ! તમે જરા આ દિવ્ય લ્હાણું તરફ દષ્ટિ કરીને તેનું આસ્વાદન કરે ! પશ્ચાત તેના ગુણસંબન્ધી તમારું હૃદય તમને સત્ય કહેશે.
અજ્ઞાની, ઈદ્રિય અને શરીરના ધર્મોમાં ભેગે મળીને રહે છે તેથી શરીરની ચંચળતાથી પિતાની ચંચળતા કરે છે. જ્ઞાનીને આત્મા સુકેલા નાળીયેર જેવો છે તેથી શરીરના ધર્મમાં પોતે મમતા આસક્તિ અને વાસનાઓથી પરિણામ પામતો નથી. જ્ઞાનીને આત્મા પોતાના ધર્મમાં મન વચન અને કાયાનું વીર્ય પરિણભાવે છે અને શરીરના ધર્મોમાં નિર્લેપ રહી અન્તરથી નિશ્ચલ રહે છે. મરેલા મનુષ્યના મડદાને કેઈ હાર પહેરાવે, કઈ પૂજે, કેઈ લાત મારે, અને કેાઈ અગ્નિ મૂકે
For Private And Personal Use Only