________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
સાલંબન અને નિરાલંબન એ બે પ્રકારનાં ધ્યાન છે. સાલંમન ધ્યાાની સિદ્ધિ થયા માદ નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ કરી શકાય છે. સાલંબન ધ્યાન ધરવામાટે જિનેશ્વરની વા શ્રી સદ્ગુરૂની મૂર્તિને દૃષ્ટિ આગળ સ્થાપન કરવી. શ્રી તીર્થંકરની મૂર્તિના સામું એક સ્થિર દૃષ્ટિથી અવલોકીને તેમનું ઉત્તમ ચારિત્ર સ્મરણ કરવું. તેમણે મહુમલના કેવી રીતે નાશ કર્યો તેના વિચાર કરવા. તેમણે પરિષહે વખતે પેાતાના આત્માને કેવીરીતે ભાગ્યે તેને વિચાર કરી જવા. તે ગૃહસ્થ દશામાં કેવા પ્રકારના વૈરાગ્ય ધારણ કરતા હતા તેને વિચાર કરી જવા. તેમણે દુનિયામાં કર્યાં કર્યાં ઉત્તમ કાર્યો કર્યા તેના વિચાર કરી જવા; દાખલા તરીકે એક શ્રીવીરપ્રભુની મૂતિ લેવી; કલ્પસૂત્રમાં તેમનું જીવનચરિત્ર લખ્યું છે તે મનમાં ધારણ કરીને ખલ્યાવસ્થાથી તેમના ગુણા સંભારી જવા. તેમની ગંભીરતા, માતા અને પિતાના વિનય, ત્રણ જ્ઞાની છતાં દીક્ષા લેવાના ભાવ અને ચારિત્ર માર્ગને સ્વીકાર, દેવતા, મનુષ્યા અને તિર્યંચેાએ અનેક પ્રકારના ઉપસર્ગો કા તાપણુ તેનું આત્મધર્મમાં સ્થિર રહેવું, કેટલાક મનુષ્યોએ તિરસ્કાર કર્યા તાપણુ સમાન દૃષ્ટિમાં રહેવું, ઔદયિક ભાવની દૃષ્ટિના ત્યાગ કરીને અન્તરાત્મ દશામાં રમણતા કરવી, ગોશાલાઉપરતાપસે તેોલેશ્યા મૂકી તેનું પણ શીતલેયાથી નિવારણ કરવું, ચંડકાશિક સર્પને પણ પ્રતિબેાધ દેવા, કેવલજ્ઞાન થયાબાદ ચતુર્વિધસંઘની સ્થાપના કરવી, ગામાગામ ફરીને લાખા અને કરોડો મનુષ્યોને ઉપદેશ દેઈ ધી બનાવવા, અન્તે શાલ પ્રહરની દેશના દેઈને ભન્ય જીવાનું શ્રેયઃ કરી શરીરના ઉત્સર્ગ કરવા, ઇત્યાદિ શ્રીવીરપ્રભુના ગુણાનું અવલંબન શ્રીવીરપ્રભુની મૂર્તિ સામા વિચાર કરીને કરવું. અનેક સદ્ગાના ધામ ભૂત એવા શ્રીસદ્ગુરૂની છબીદ્રારા ગુરૂના ગુણ્ણાનું અવલંખન કરવું. તે રીતે સાલંબન ધ્યાન ધરીને પોતાનામાં સદ્ગુણાને પ્રકટાવવા પ્રયત્ન કરવા જોઇએ. કદાપિ કાલે સાને પ્રકટાવ્યાવિના છૂટકા થવાના નથી. આત્માના ગુણા પ્રકટાવવાને અનેક નિમિત્ત કારણેાનું અવલંબન કરવું તેને સાલંબન ધ્યાન કહેવામાં આવે છે. સાલેમન ધ્યાનના સમાવેશ ધર્મધ્યાનમાં થાય છે. કોઈપણ મનુષ્યને ગુણસ્થાનકની ઉચ્ચભૂમીપર ચઢવાને માટે સાલેખન ધ્યાન ધરવાની આવશ્યક્તા છે. વ્યવહાર ચારિત્ર અને વ્યવહાર સમ્યકત્વનું આલંબન લેવું તેપણ સાલૈખન ધ્યાન કહેવાય છે. પ્રભુની પૂજા કરવી, પ્રભુના ગુણ ગાવા, વગેરેના પણ સાલૈખન ધ્યાનમાં સમાવેશ થાય છે. છઠ્ઠા ગુણસ્થાનક પર્યન્ત સાલેમન ધ્યાનના તેમજ પ્રાયઃસાતમા ગુણસ્થાનકમાં પણ અમુક પ્રકારના સાલંબન ધ્યાનને સદ્ભાવ
For Private And Personal Use Only