________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭ )
જણાય છે, પણ ખરી વાતતા કેવલી જાણે-વા મહુશ્રુત જાણે, પણ છઠ્ઠા ગુણસ્થાનક પર્યન્ત સાલંબન યાનતા હોય છેજ. સાલંબનની યોગ્યતા હોય ત્યાંસુધી આલંબનેાવડે પરમાત્માનું ધ્યાન ધરવું જોઈએ. નિરાલંબન ધ્યાન ખરેખર સાલંબન ધ્યાન કરતાં અનન્તગણુ ઉત્તમ છે. નિરાલંબન ધ્યાનવડે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આત્માના દ્રવ્યગુપર્યાયનું વારવાર ચિંતવન કરવાથી નિરાલંબન ધ્યાન પ્રાપ્ત થઈ શકે છે.
મુનિવરો સભ્યૠતિના યોગે આત્માના દ્રવ્યગુણુપર્યાયમાં રમશુતા કરે છે. આત્માના શુદ્ધ ધર્મના ઉપયોગે રમણતા કરવાથી શુકલ ધ્યાનના અંશ આ કાલમાં પ્રાપ્ત થઈ શકે છે. સાતમા ગુણુસ્થાનકની પરિણતિ જેને પ્રાપ્ત થઈ હેાય છે તે વખતે તેને શુકલ ધ્યાનરૂપ સૂર્યના અરૂણેાદયના ભાસ થાય છે. સાતમા ગુણસ્થાનકથી છઠ્ઠા ગુણુસ્થાનકે આવતાં, ધર્મધ્યાનના પાયાનું આલંબન લેઇને મુનિવર આયુષ્ય વ્યતીત કરે છે, છતાં પણ ત્યાં આર્તધ્યાન અને શૈદ્રધ્યાનના સદ્ભાવથી પ્રમાદ દશા થઈ જાય છે. મુનિવર સાતમા ગુણસ્થાનકના અધ્યવસાયે પ્રાપ્ત કરીને આહારક લબ્ધિની પ્રાપ્તિ કરે છે અને પ્રમાદ દશામાં તેને ફારવી શકે છે. ચારિત્રના વિશુદ્ધ પરિણામથી સાતમા ગુણુસ્થાનકમાં મન:પર્યવજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. આત્માના ધ્યાનમાં સ્થિર રહેવાથી આત્માની શક્તિ જાગ્રત થાય છે. અધ્યાત્મજ્ઞાનિ મુનિવરે સમભાવમાં ઝીલે છે અને જૈનશાસનની પ્રભાવના આદિ કારવિના લબ્ધિયાને ફારવતા પણ નથી. પૂર્વકાડી વર્ષના કાલપણુ મુનિવરો ધ્યાનમાં વ્યતીત કરે છે. ઔદયિક ભાવની દૃષ્ટિ અને તેની રમતાના નાશ કરવા, અનેક મનુષ્યા ઇચ્છાઓ ધારણ કરે છે. પણ,
જે ઉપશમાદિ ભાવમાં પરિણામ પામતા નથી તે આત્માના શુદ્ધ ધર્મને પ્રાપ્ત કરી શકતા નથી. આ જગતમાં સર્વ મનુષ્યોને આનન્દરસ પ્રાપ્ત કરવાની ઇચ્છા હૈાય છે, પણ કોઈ વિરલા જ આત્માના શુદ્ધાનન્દ ગુણને પ્રાપ્ત કરવા પ્રયત કરે છે. ચોથા આરાના મુનિવરો અપ્રમત્ત ભાવને પામીને ક્ષેપક શ્રેણિ ઉપર આરોહી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરીને સિદ્ધસ્થાનમાં બિરાજમાન થયા !! તેની સમ્પતિ તે ખરેખર શુદ્ધ ચેતનારૂપે, અર્થાત્ કેવલજ્ઞાન પામીને તેમની સાથે ક્ષાયિ ભાવે, સાદિ અનન્તમા ભાંગે સંબન્ધ ધરાવનારી થઈ. આ કાલમાં
એટલે પાંચમા આરામાંતા ચારિત્રના શુદ્ધ પરિણામથી કોઈક અપ્રમત્ત ધ્યાની–જ્ઞાની મુનિવરો સાતમા ગુણસ્થાનકના પરિણામને ધારણ કરી શ. છે-સદાકાલ અપ્રમત્ત દશાના પરિણામ રહેતા નથી. સાતમાથી છઠ્ઠું અને છઠ્ઠાથી સાતમે એમ હીંડોળાના જેવા આત્મપરિણામથી શુક્ષુ
સ. ૧૩
For Private And Personal Use Only