________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૨ )
ચાળવી, ઇત્યાદિ કાર્યમાં પરિણામ પામીને મતિ તે કાર્યો કરવા લાગી, જોગીની અવસ્થામાં મતિ, ખરેખર જેગીની ચેલી બનીને ઉપર્યુક્ત કાર્ય કરવા લાગી. આત્મા જ્યારે મુસમાન તરીકે થયા ત્યારે, તેની મતિરૂપ સ્ત્રી, મુસમાની ધર્મરૂપે પરિણામ પામીને કલમાના પાઠ કરીને તરફડી બની. પરમાર્થતઃ વિચારીએ તે મતિતા પોતાના રૂપે છે, અર્થાત્ તે ઉપર કહેલી ખાખતાથી ન્યારી એકલી છે. બાહ્ય સંયોગાના નિમિત્તે-મતિની વૃત્તિ, જ્યાં જેવા પ્રકારના સંયોગા મળેછે ત્યાં, તેવા પ્રકારની થઈ જાય છે. શ્રીમદ્ આનન્દઘનજીએ આત્માને પુરૂષની ઉપમા આપીને અને સમ્યકત્વવિનાની સામાન્ય મતિને સ્ત્રીની ઉપમા આપીને, અન્તરમાં સ્ત્રી પુરૂષને સંબન્ધ દર્શાવીને અપૂર્વ ભાવ દર્શાવ્યા છે. આત્માની સાથે ચતુર્ગતિમાં મતિ હોય છે-એકેન્દ્રિયની અવસ્થામાં પણ આત્માની સાથે મતિ હાય છે. મતિ અર્થાત્ બુદ્ધિ, એ આત્માની પરિહુતિ છે. મતિજ્ઞાન વિના શ્રુતજ્ઞાન પણ હેતું નથી. મતિના બાહ્ય પદાર્થો પર્યાય છે. મતિમાં જે જે પદાર્થોની ઉપલબ્ધિ થાય છે, તે તે વિષયા અપેક્ષાએ મતિજ્ઞાનના પાઁયા કહેવાય છે. મતિજ્ઞાનના અઠ્ઠાવીરા ભેદ છે અને ઉત્કૃષ્ટ ત્રણસે ચાલીશ ભેદ છે. મનુષ્યાને મતિતે હાય છે,-જેને મન હોય છે તેને તિ ઉત્પન્ન થાય છે. પાંચ ઇન્દ્રિયા અને છઠ્ઠા મનના સંબન્ધમાં જે જે પદાર્થો આવે છે, તે તે પદાર્થોનું જ્ઞાન થાય છે અને તેને મતિજ્ઞાન થાય છે. મતિજ્ઞાન પામેલા જીવા અસંખ્ય છે. અનાદિકાલથી આત્મા મતિને ધારણ કરે છે; કોઈ વખત તે મતિના સર્વથા પ્રકારે નાશ થતા નથી. સ્ત્રીઓ અને પુરૂષામાં પણ આત્મારૂપ પુરૂષ અને મતિરૂપ સ્ત્રી, એ બંને વ્યાપીને રહ્યાં હેાય છે. દુનિયાનાં દરેક કાર્યોમાં મતિની પ્રવૃત્તિ હાય છે. બ્રાહ્મણના કુળમાં ઉત્પન્ન થએલા આત્માની મતિ, ખરેખર ઉપર લખ્યા પ્રમાણે ન્હાવા અને ધાવારૂપે પરિણમી હોય છે. ન્હાવા અને ધોવામાં શૌચ ધર્મની મુખ્યતા જ્યારથી થઈ છે, ત્યારથી આત્માની આન્તરિક પવિત્રતા માટે તે વર્ગમાં એ ખ્યાલ જોવામાં આવે છે. રારીરના બાહ્યાંગાના મલને સાફ કરવાને માટે ખાસ્રાનની આવશ્યકતા છે, એમતા ગૃહસ્થાવાસમાં રહેલા મનુષ્યા વિવેક દૃષ્ટિથી વિચારી શકે છે, પણ–સત્ય, દયા, ભક્તિ અને આત્મસમાન સર્વ જીવાપર પ્રેમ અને રાગદ્વેષ રહિત દશાવડે, આત્માની પવિત્રતા થાય છે. એકાન્ત ભાવે પરિણામ પામેલી એવી મતિ, તે તે ભાવાને સત્ય સ્વીકારીને અનેકાન્તમાર્ગથી વિપરીતપણે પ્રવર્તે છે. જોગીના વેષમાં રહેલા આત્મા ખરેખર પેાતાના મૂળધર્મને વિસ્તરીને, મતિ અર્થાત્ મનાવૃત્તિને ચેલી જેવી માનીને, તેને તાબામાં રાખવા પ્રયત્ન કરે છે અને તેનીપાસે અનેક
For Private And Personal Use Only