________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૩) પ્રકારનાં અશુભ કર્મો કરાવે છે. કેટલાક મહિને મનવૃત્તિરૂપ માનીને તેને જીતવા માટે ભાંગ ગાંજા વગેરે કેફી વસ્તુઓને અંગીકાર કરે છે, પણ તેમાં તેમની ભુલ છે.
જોગી, મતિવૃત્તિને ચેલીરૂપ બનાવવાને માટે અનેક પ્રકારની સાધના કરે છે, તેથી જેગીના ઘેર ચેલીરૂપ મતિને જે જાણે છે તે સંસાર ભૂમિમાં આત્મારૂપ પુરૂષ અને મતિરૂપ સ્ત્રીની સૂક્ષ્મ લીલાનો પરભાવરૂપ નાચ જોઈને આશ્ચર્ય પામે છે. આત્માની મતિરૂપ સ્ત્રી, આજુ બાજુના વિચારવાતાવરણને લઈ તે તે બાબતને અનુસરી ધર્મ માનવા લલચાય છે. મતિ વા બુદ્ધિમાં, એકવાર અમુક બાબત સંબધી નિશ્ચય થાય છે, તે તે નિશ્ચય એકદમ ટળતા નથી. મુસલમાનના કૂળમાં આત્માએ અવતાર ગ્રહણ કર્યો હોય છે તે, કલમાનો પાઠ કરો, નિમાજ ભણુ, વગેરેમાં ધર્મ માનીને મતિ તે પ્રમાણે–તે અવતારમાં પ્રવૃત્તિ કર્યા કરે છે અને તેનાથી ભિન્ન ભિન્ન આમાઓની, ભિન્ન ભિન્ન મતિયોથી, ભિન્ન ભિન્ન ધર્મના ભિન્ન ભિન્ન આચારોને ધિક્કારીને, તેઓને નાશ કરવા પ્રવૃત્તિ કરે છે. મુસલમાનના ખોળીયામાં ઉત્પન્ન થએલા આત્મારૂપ પુરૂષની મતિરૂપ સ્ત્રી, અન્ય ધર્મ પાળનારા આત્માઓને કાફર ગણીને તેઓને મારી નાંખવામાં અધર્મ ગણતી નથી. પ્રીતિ ધર્મને ધારણ કરનાર આત્માની મતિરૂપ સ્ત્રી, પોતાના ધર્મથી ભિન્ન–સર્વે ધર્મને અસત્ય ગણે છે અને પોતે માનેલા ધર્મમાં સત્યતા માનીને -હિંસા વગેરે પાપાચારને કરીને પણ પ્રભુને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. બ્રાહ્મણદિના દિગ્ગદર્શનથી ઉપલક્ષણવડે કહેવાનું કે, અનેક ધર્મમાં પરિણામ પામેલી મતિ, તે તે ધર્મને સત્ય માનીને તે તે ધર્મના આચારેને સેવે છે;-જ્યારે આત્મા બૌદ્ધધર્મના સંબંધમાં આવે છે ત્યારે, આત્માની મતિરૂપ સ્ત્રી, બૌદ્ધ ધર્મના આચારને અવગ્રહાદિ–*ચાર ભેદે ગ્રહણ કરીને-તે ધર્મમાં રાચીમાચીને રહે છે; શાક્તધર્મમાં આત્મા પ્રવેશ કરે છે ત્યારે, તેની મતિરૂપ સ્ત્રી, જગતને બનાવનારી એક શક્તિરૂ૫ દેવીની કલ્પના કરીને, તેની ઉપાસનામાં આસક્ત થઈને, અનેક પ્રકારનાં પાપ કાર્યોને કરે છે; આત્મા જ્યારે નાસ્તિકરૂપે બને છે ત્યારે, મતિ પિતાની મિથ્યા કલ્પનાને વિસ્તાર કરવા મંડી જાય છે અને સત્ય વિચારેને પણ અસત્ય ઠરાવવા અનેક પ્રકારના પ્રયત્નો કરે છે; આ પ્રમાણે આત્માએ અનેક ભવમાં અનેક પ્રકારના ધર્મોને મતિની પરિણતિના ગે સ્વીકાર્યા, મિથ્યાત્વધર્મના અનેક ભેદને
* ચાર ભેદ–અવગ્રહ-હા-અપાય-ધારણ,
For Private And Personal Use Only