________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ )
થવાથી, સ્થાપ તથા જાગર દશા પણ હોતી નથી, પણ જેમાં વિકલ્પતાના શિલ્પની વિશ્રાંતિ છે, એવા અનુભવમાં ચાથી દશા હાય છે. અનુભવનું સ્વરૂપ અનુભવી પુરૂષાજ અવબેાધી શકે છે. જે અનુભવજ્ઞાનની પ્રાપ્તિ કરે છે, તેઓ આત્માની જ્ઞાનજ્ગ્યાતિને પ્રકાશ કરે છે અને આત્માની અસંખ્ય પ્રદેશરૂપ વ્યક્તિના જ્ઞાનથી નિશ્ચય કરે છે, તેમજ આનન્દના સમૂહભૂત એવું પરમાત્મપદ પ્રાપ્ત કરે છે; એમ શ્રીમદ્ આનન્દઘનજી કયે છે.
पद ९९. (રાગ ઞરાવરી. )
अबधू एसो ज्ञान बिचारी, वामे कोण पुरुष कोण नारी ॥ अवधू०॥ बम्मनके घर न्हाती धोती, जोगीके घर चेली ॥
कलमा पढ पढ भईरे तुरकडी तो, आपही आप अकेली ॥ अवधू० ॥ १॥
ભાવાર્થ:—એ અવધૂત ! તું આવા પ્રકારના જ્ઞાનના વિચારીઅર્થાત્ વિચાર કરનારો થા. જે હું નીચે કહું છું તેમાં પુરૂષ કાણુ છે અને નારી કોણ છે? તેના વિચાર કરીને અનુભવ કરીને-ત્હારા આત્માને નિશ્ચય જ્ઞાનરૂપ ઉત્તર આપ ! નીચે કહેવામાં આવશે તેમાં પુરૂષ અને સ્ત્રીનું જ્ઞાન થવાથી હું અવધૂત ! તું આત્મસ્પરૂપના વિચાર કરનારો થઈશ ! હવે પુરૂષ અને સ્ત્રીના સૂક્ષ્મ ભાવ નીચે પ્રમાણે ઉત્તર તરીકે વર્ણવવામાં આવે છે. આ પદમાં આત્માને પુરૂષ તરીકે વર્ણવ્યા છે; તેની પાંચ ઇન્દ્રિયો અને મન થકી ઉત્પન્ન થનાર મતિરૂપ સ્ત્રી છે.-અત્ર મતિનું સામાન્યપણે ગ્રહણ કરવું. સમ્યગ્દર્શનની પ્રાપ્તિવિનાની મતિ, જેવા જેવા પ્રકારના સંયોગોને પ્રાપ્ત કરે છે, તેવા તેવા પ્રકારરૂપે તે પરિણમી જાય છે, જ્યારે આત્મા બ્રાહ્મણને ઘેર ઉત્પન્ન થાય છે ત્યારે બ્રાહ્મણના શરીરમાં રહેલ આત્મારૂપ પુરૂષની મતિરૂપ સ્ત્રી, ધાવું ન્હાવું, ઇત્યાદિરૂપે પરિણામ પામતી દેખવામાં આવે છે. ન્હાવું ધાવું એ શૌચ ધર્મ છે;-બ્રાહ્મણના ઘેર આત્મા અવતરે છે ત્યારે તેની મતિ તે કૂળમાં પ્રવર્તતા વિચારો અને આચારોને ગ્રહણ કરીને, ન્હાવા ધાવારૂપ પિર
તિને ધારણ કરે છે. (શ્રીમદ્ના સમયમાં બ્રાહ્મણાની ન્હાવાધાવામાં વિશેષ પ્રકારે પરિણામ પામેલી બુદ્ધિ હાવી જોઇએ, અધુના પણ તે વર્ગમાં તેવી મતિવાળા મનુષ્યા ઘણા દેખવામાં આવે છે.) આત્મારૂપ પુરૂષે જ્યારે જોગીના વેષ પહેા ત્યારે, ધૂણી ધ ખાવવી, મસ્તકે જટા ધારણ કરવી, કફની પહેરવી અને શરીરે રાખ
For Private And Personal Use Only