________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૩ ) તે તેમાં પ્રત્યાખ્યાનાવરણીય કર્મ આદિ કષાય પ્રમાદને દોષ જા. કેાઈ મનુષ્ય એમ થે છે કે, સ્ત્રીને વિદ્યા ભણાવીએ તો સ્ત્રી વ્યભિચારિણી થઈ જાય” એમ કહેનારના વચનમાં જેમ અજ્ઞાનરૂપ દોષ છે, તેમ અધ્યાત્મજ્ઞાન ભણવાથી ચારિત્રાચાર શૂન્ય મનુષ્ય થઈ જાય છે એમ કહેનારના વચનમાં પણ અજ્ઞાનતારૂપ દોષ અવબોધવો. કેટલાક એકાન્ત વ્યવહારવાદીઓ બાળજીવોને કહે છે કે, ભાઈઓ! બહેનો! અધ્યાત્મજ્ઞાનથી તે પ્રતિક્રમણની શ્રદ્ધા ઉઠી જાય છે. અધ્યાત્મજ્ઞાનિયે પ્રતિક્રમણ કરતા નથી માટે અમારા કહેવામાં શ્રદ્ધા ધારણ કરે અને અધ્યાત્મજ્ઞાનના વાયરે પણ ન જાઓ; આ પ્રમાણે જે બાળજીવો બોલે છે તેઓને અધ્યાત્મશાસ્ત્રોનું જ્ઞાન હોતું નથી. - હે ભવ્યજીવો ! અધ્યાત્મજ્ઞાન એમ કદી નથી કહેતું કે, તમે
પ્રતિકમણ ન કરે, પણ ઉલટું અધ્યાત્મજ્ઞાન તે પ્રતિખરું પ્રતિક- ક્રમણુના અવસાયને ઉત્પન્ન કરાવે છે. ખરું પ્રતિકમણું અધ્યાત્મતાજધા. મણ કવિના કેઈ જીવ મોક્ષે ગયો નથી અને ભવિય છે,
ધ્યમાં કઈ જનાર નથી; એમ અધ્યાત્મજ્ઞાન ફરમાવે છે.
અધ્યાત્મજ્ઞાનથી ખરૂં પ્રતિક્રમણ કરી શકાય છે અને આ શ્રવના હેતુઓને રોકી શકાય છે. દ્રવ્યપ્રતિકમણની ક્યિામાં ખરેખર ભાવરસ રેડીને દ્રવ્યપ્રતિક્રમણને પણું ભાવપ્રતિક્રમણ તરીકે બનાવનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે.
ખરા અધ્યાત્મજ્ઞાનિ, વાસ્તવિક પ્રતિક્રમણ પૂજા, વગેરેને નિષેધ કરતા નથી. કેટલાક એકાન્ત નિરક્ષર વ્યવહારવાદીઓ કથે છે કે, અધ્યાત્મજ્ઞાની આત્માને પરમાત્મા માને છે તે ખોટું છે.-આત્માને પરમાત્મા માની શકાય કે? આ પ્રમાણે વદનાર એકાન્ત નિરક્ષર વ્યવહારવાદિ જે આગમો તરફ લક્ષ આપે તે સંગ્રહનયસત્તાની અપેક્ષાએ આત્માને પરમાત્મા માની શકે. અપેક્ષાએ આત્માને સત્તાએ પરમાત્મા કથવામાં આવે તે અનેકાન્ત શૈલીએ કોઈ જાતને વિરોધ આવતો નથી. આત્માજ સકલ કર્મનો ક્ષય કરીને પરમાત્મા થાય છે. આત્મા જે સત્તાએ પરમાત્મા ન હોય તે વ્યક્તિથી પણ પરમાત્મા થાય નહિ. એટલું તે કહેવું પડે છે કે, જે લોકો આત્મા પરમાત્મા છે એમ એકાન્ત સંગ્રહનયનો સ્વીકાર કરીને અન્ય નાની માન્યતાને ઉત્થાપતા હોય તે તે મિથ્યાત્વીઓ છે. જૈનશાસ્ત્રમાં સાત નય અને સાત નયના ભેદો પૈકી કેઈનું ઉત્થાપન કરવાનું ફરમાવ્યું નથી. સાત નના સાતસે ભેદ થાય છે. સાત ન પૈકી કઈ પણ નયને, કેઈ
For Private And Personal Use Only