________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉથાપે તો તે મિથ્યાત્વી અવધે. આત્માને સત્તાની અપેક્ષાએ પરમાત્મા માનીને ઉપરના નકથિત ધર્મનું આરાધન કરવામાં ન આવે તે આત્મા તે પરમાત્મા બની શકે નહિ. આત્માને પરમાત્મા માનીને બેસી રહેવું ન જોઈએ, પણ આત્મા એ સત્તાએ પરમાત્મા છે એમ જાણ્યાબાદ, શ્રાવકત્રત વા સાધુત્રત અંગીકાર કરવાની જરૂર છે. સાધુવ્રત અને શ્રાવકત્રત અંગીકાર કર્યા બાદ તેને પાળવાની જરૂર છે. શ્રાવક અને સાધુનાં વ્રત પાળતાં છતાં અન્તમાં ઉપયોગ રાખવાની જરૂર છે. આત્માની આ પ્રમાણે ઉચ્ચગુણસ્થાનક ભૂમિપર ચઢવા માટે, નાની વિચારશ્રેણિ બતાવી છે તે ખરેખર સાપેક્ષપણે માનવા ગ્ય છે. શ્રી વીરપ્રભુએ કહ્યું છે કે, સાત નયમાંથી એક નયને પણ જે ઉથાપે છે તે મિથ્યાત્વી જાણો. કઈ પણ વસ્તુ ઉપર સાત નય ઉતારતાં શિખવું જોઈએ. આત્મા ઉપર પણ સાત નો ઉતારવા જોઈએ. આત્મતત્વનું જ્ઞાન કરવું એ કંઈ સામાન્ય વાત નથી. આત્મત
ત્વનું જ્ઞાન કરવા માટે સાત નો અને સપ્તભંગીન આત્મજ્ઞાન જ્ઞાનની જરૂર છે. સાત નો અને સપ્તભંગીનું પણ થવા માટે નચેની જ ગુરૂગમપૂર્વક જ્ઞાન મેળવવું જોઈએ. ગુરૂગમવિના તે
- એક ક્ષણમાત્ર પણ વીતરાગના શાસનમાં ચાલવાનું નથી. ગુરૂગમવિના જૈનસિદ્ધાન્તનું હૃદયમાં સભ્યપરિણમન થતું નથી. આત્મતત્ત્વસંબધી દુનિયામાં અનેક ગ્રન્થ લખાયેલા છે. દવાઓ ખાતાં પહેલાં જેમ દાક્તરની સલાહની ઉપયોગિતા સિદ્ધ થાય છે, તેમ આત્મજ્ઞાનના પ્ર વાંચવા પહેલાં ગુરૂગમની ઉપયોગિતા સિદ્ધ થાય છે. જૈનાગમમાં યોગવાહીને ગુરૂ પાસે સૂત્રો ભણવાની આજ્ઞા કરી છે, તેનું કારણ પણ એ સિદ્ધ કરે છે કે આચાર્યો વા ઉપાધ્યાયની ગુરૂગમ લીધા વિના ભણવાથી, અર્થનો અનર્થ થઈ જાય અને તેથી ગુરૂગમપરંપરાને લોપ થઈ જાય અને ભણનારાઓમાં એક સૂત્રના અર્થસંબધી પણ ભિન્ન ભિન્ન મત થઈ જાય, માટે યોગ વહન કરીને ગુરૂ પાસે–અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે-સૂત્રો ભણવાની આવશ્યકતા સિદ્ધ કરે છે. શ્રી સવૈજ્ઞ પ્રણીત જૈનાગદ્વારા અધ્યાત્મતવનું જ્ઞાન મેળવવાની જરૂર છે. જૈનાગમની શ્રદ્ધા અને પૂજ્યતાપૂર વક શાસ્ત્રોનું આરાધન કરીને, જે અધ્યાત્મજ્ઞાન મેળવવામાં આવે છે તેનાથી કદી શુકપણું પ્રાપ્ત થતું નથી. જૈનાગમાદ્વારા પ્રથમ અધ્યાત્મજ્ઞાન મેળવવા પ્રયત્ન કરે, કે જેથી સમ્યગ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે. ગુણદોષ જાણ્યા વિના ગમે તે દવાને પેટમાં ઉતારી જનાર પુરૂષ મરણને શરણ થાય છે, તત્ સમ્યકશાસ્ત્રો અને મિથ્યાશાસ્ત્રોનું
For Private And Personal Use Only