________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી.
અધ્યાત્મજ્ઞાનનું સ્વરૂપ અવધે છે તેઓ આગમના આરાધક જાણવા. આ કાલમાં આગમોના આધારે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. કેટલાક મનુષ્ય પોતાની જૈનધર્મસંબંધી સૂક્ષ્મબુદ્ધિના અભાવે કહે
છે કે “અધ્યાત્મજ્ઞાન થવાથી કુપ કાઢી શકાય છે” આમ અધ્યાત્મજ્ઞા- જેઓ કથે છે તેઓ અધ્યાત્મજ્ઞાનનું સ્વરૂપ સમજ્યાવિના 1 . સર્વ ક્ષિાના આધારભૂત એવા અધ્યાત્મજ્ઞાનને કલંક દેનાર
જાણવા; કારણ કે અધ્યાત્મજ્ઞાનથી કુપ કાઢવાની બુદ્ધિ
થાય છે એવું જૈનશાસ્ત્રોમાં કેઈ ઠેકાણે કચ્યું નથી. તેમ છતાં જેઓ “ઉપર પ્રમાણે કુપન્થ કાઢવાનો આરોપ ખરેખર અધ્યાત્મજ્ઞાન ઉપર મૂકે છે તેઓ જૈનાગથી વિરૂદ્ધ ભાષણ કરનારા આવબેધવા. એટલું તે કહી શકાય કે એકાતે જેઓ વ્યવહારવાદી હોય વા એકાન્ત જેઓ અધ્યાત્મવાદી હોય તેઓ એકાંતવાદરૂપ કપંથના સેવનારા છે; પણ તેથી એમ ન સમજવું કે અનેકાન્તગર્ભિત એવા અધ્યાત્મજ્ઞાન વા વ્યવહારમાં પથ કાઢવાનું દૂષણું ઉત્પન્ન થાય છે. કેટલાક મનુષ્ય કથે છે કે, જેને અધ્યાત્મજ્ઞાન ઉત્પન્ન થયું હોય તેના આચારો તે ઉત્તમજ હોય અને તે વ્રતધારી હોય ! આમ કથનારને ઉત્તરમાં જણાવવું પડશે કે, જેઓ એકાંતે અધ્યાત્મજ્ઞાનને એ અર્થ કરે છે તેઓ, ગુણસ્થાનકના સ્વરૂપને જાણનારા નથી. જૈનશાસ્ત્રોમાં કચ્યું છે કે “પહેલું જ્ઞાન ઉત્પન્ન થાય છે અને પશ્ચાત્ શુભ આચારરૂપ ચારિત્ર ઉત્પન્ન થાય છે.” ચોથા ગુણસ્થાનકમાં અધ્યાત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે, પણ પચ્ચખાણ કરવાં, વ્રતો આદરવાં, ઇત્યાદિ ચારિત્રના આચાર ઉત્પન્ન થતા નથી. પાંચ અનુત્તર વિમાનના દેવતાઓને સમ્યગુજ્ઞાનરૂપ અધ્યાત્મજ્ઞાન હોય છે, પણ તેઓને વત પચચખાણુરૂપ ચારિત્રના આચાર નથી. “અધ્યાત્મજ્ઞાન અને શુભાચારરૂપ ચારિત્ર બે સાથે હોય તો દૂધમાં સાકર ભળ્યા જેવું સમજવું” અધ્યાત્મજ્ઞાન છતાં વ્રત પચ્ચખાણુરૂપ ચારિત્ર ન હોય તો ત્યાં કર્મને દોષ છે, પણ અધ્યાત્મજ્ઞાનને દેષ નથી.
જૈનતત્ત્વને અભ્યાસી, કેઈ મનુષ્ય દુરાચરણ હોય! તેમાં જૈનતત્વજ્ઞાનાભ્યાસને કંઈ દોષ નથી, તેમ કેઈ અધ્યાત્મજ્ઞાની વ્રત પચ્ચખાણ આદિથી રહિત હોય! તેમાં અધ્યાત્મજ્ઞાનનો દોષ ગણાય નહિ, પણ કમને દોષ ગણાય. દી હાથમાં હોય અને કૂવામાં કઈ રીસથી પડે તેમાં દીપકને દોષ ગણાય નહિ, પણ રીસરૂપ પ્રમાદને દોષ ગણાય; તદ્દત કઈ અધ્યાત્મજ્ઞાની ચારિત્રના આચારોથી વિમુખ હેય
For Private And Personal Use Only