________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩ર) વિશ્વામિત્રના હૃદયની શુદ્ધિ વસિષ્ઠના સમાગમથી થઈ હતી. પવિત્ર આચારે અને પવિત્ર વિચારેના સેવનથી સત્વર હૃદયની શુદ્ધિ થાય છે. હૃદયમાં સદાકાલ પવિત્ર ગુણેની ભાવના કરવી જોઈએ. હદયમાં સ્વાર્થમય જે જે વિચારે થાય તેને તુર્ત દબાવવા જોઈએ. કેઈનું બુરું કરવાની વૃત્તિ થાય તો તુર્ત તેને સમાવવી જોઈએ. ગમે તે ધર્મના મનુષ્યનું મનમાં અંશમાત્ર પણ બુરું ચિંતવવું નહિ, તેમજ બુરું કરવું નહિ. શુદ્ધ પ્રેમની વૃત્તિથી-સર્વ મનુષ્યનું ભલું કરવાના વિચાર કરવાથી, અશુભ વિચારોને પ્રવાહ શમે છે અને શુભ પ્રવાહનો વેગ વૃદ્ધિ પામે છે. મરતી વખતે હૃદયની શુદ્ધિ પરભવમાં સાથે આવે છે અને તેથી ઉત્તરોત્તર શુભ ગુણોની વૃદ્ધિ પામે છે. દર્પણની શુદ્ધિ કરવાથી જેમ દર્પણમાં દરેક પદાર્થો સમ્યકપણે ભાસે છે, તેમ હૃદયની શુદ્ધિ થવાથી સર્વ પદાર્થો હૃદયમાં સમ્યગૂરીત્યા ભાસે છે. હૃદયની શુદ્ધિથી દરેક પ્રાણીઓ પવિત્ર થઈ શકે છે. હૃદયની શુદ્ધિવિના ગૃહસ્થ હોય વા સાધુ હોય, પણ કેઈ ઉત્તમ આત્મા થઈ શકતો નથી; સુંદર છટાદાર ભાષણ અને ભાષાની લાલિત્યતા ઉપર કંઈ મેહ પામવાનું નથી. પૃથ્વીના દાનથી અને કરડે ગાયોના દાનથી જે લાભ થશે નથી તે એક ફક્ત હૃદયની શુદ્ધિ કરવાથી થાય છે. બાહને પકડમાલ અને ભભકે લેકને આંજી નાખે તે હોય, પણ જે હૃદયની શુદ્ધિ નથી, તે આત્માની ઉચતા કદી થઈ શક્તી નથી. હૃદયની શુદ્ધિથી લેહચુંબકની પેઠે અન્ય મનુષ્યનું પોતાના પ્રતિ આકણું થાય છે. હૃદયની શુદ્ધિથી સૂર્યના પ્રકાશની પેઠે પોતાના સમાગમમાં આવનાર અનેક મનુષ્યોને પવિત્ર કરી શકાય છે. હૃદયની શુદ્ધિવિના ગુરૂનો બોધ પણ હૃદયમાં ઉત્તમ પ્રકારની અસર કરી શકતો નથી. ગુણનુરાગ દષ્ટિથી, અનુભવપૂર્વક વિચાર કરવામાં આવે તે હૃદયની શુદ્ધિ થાય છે. જે મનુષ્યો અન્ય મનુષ્યના અનેક સગુણને મૂકીને દોષોને દેખ્યા કરે છે, તે મનુષ્યો, પોતાના હદયની શુદ્ધિ કરવાને સમર્થ થતા નથી. દુનિયામાં દોષો અને સગુણ સર્વત્ર હોય છે. ગુણે દેખવાથી અને હૃદયમાં સગુણાની ભાવના કરવાથી હૃદયની શુદ્ધિ થાય છે. જે જે પાપ અજ્ઞાન વડે થયાં હોય, તેનું ગુરૂ પાસે પ્રાયશ્ચિત્ત લેવાથી હૃદયની શુદ્ધિ થાય છે, અર્થાત જે જે દષાચરણ સેવવામાં આવે તેનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞાથી અને તેની માફી માગવાથી હૃદયની શુદ્ધિ થાય છે. હૃદયની શુદ્ધિ થતાં હૃદય, માખણની પેઠે કમળ અને સુંદર વાડીની પેઠે અનેક જ્ઞાનાદિ ગુણેથી શોભી ઉઠે છે; આ પ્રમાણે ભાવ શૌચ કરવાની પ્રેરણું સુમતિ કરે છે.
For Private And Personal Use Only