________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૩) લક્ષ્મીની ઉપાધિમાં પડેલાઓ રાત્રી દીવસ ધાન્યના કીડાની પેઠે લક્ષ્મીના કીડા બને છે અને જેની વસ્તુતઃ કિમ્મત નથી, એવી લક્ષ્મીની કિંમત આંકે છે, પણ જેની કિસ્મતને પાર નથી એવા આત્માના ઉપર લક્ષ્મીદાસે બિલકુલ લક્ષ્ય આપતા નથી. જેઓ એકાતે લક્ષ્મીના દાર બને છે તેઓ –પ્રભુભક્તિ, ગુરૂભક્તિ, પરમાર્થ, પ્રેમ, પોપકાર, આદિ આત્માની ઉન્નતિના હેતુઓ તરફ લક્ષ્ય આપી શકતા નથી. લક્ષ્મીદાસો જડ એવી લક્ષમીના ઉપાસકે છે, તેથી તેમની વૃત્તિ વારં વાર જડ પદાર્થોની સાથે સંબંધ રાખે છે અને તેથી તેઓ જડ જેવા બની જાય છે; કહ્યું કે જે તેનું ધ્યાન ધરે, તે તેવો થાય. ૪િ મરી
નથી, મારી વાર ગાય. લક્ષ્મીવો જડ વસ્તુઓના લેભથી ચૈતન્ય તત્ત્વ તરફ પિતાની વૃત્તિને વાળી શકતા નથી, તેથી તેઓ આત્માનું સહજ સુખ પ્રાપ્ત કરવા શક્તિમાન્ થતા નથી. લક્ષ્મીવતે દાવાનલની પેઠે સર્વ વસ્તુઓને ઈચછે છે, પણ તેમની તૃષ્ણની શાન્તિ થતી નથી. કેઈ મેરૂ પર્વત જેટલે રતને ભંડાર પામે તોપણ જે તેના હૃદયમાં તૃણું છે, તે કદી તે ખરૂં સુખ અને ખરી શાતિ પ્રાપ્ત કરી શકતું નથી. લક્ષ્મીવન્તો લક્ષ્મીના લેભરૂપ મહાસાગરના તળીએ પ્રવેશે છે. જડરૂપ લક્ષ્મીમાં અન્યોને સુખ આપવાનું જ્ઞાન નથી. જડરૂપ લક્ષ્મીને મૂકી અનેક મનુષ્ય પરભવમાં ગયા, પણ લક્ષ્મીએ તેઓની પાછળ એક પગલું પણ ભર્યું નહીં. લક્ષ્મીના અભિલાષીઓ જેના પર પ્રેમ ધારણું કરવું જોઈએ, તેના પર પ્રેમ ધારણ કરતા નથી અને પ્રેમના લાયક નહીં એવી જડ વસ્તુઓ પર પ્રેમ ધારણ કરે છે. લક્ષ્મીવતે લક્ષ્મીના ઘેનમાં છકી જઈને, સન્ત પુરૂષોને પણ તિરસ્કારે છે. લક્ષ્મી ચંચળ છે તેથી તેની પાસે જે જાય છે તેને પણું ચંચળ બનાવે છે. લક્ષ્મી અનેક મનુષ્યો પાસે ગઈ પણ કેદની તે થઈ નથી, તેથી તે વેશ્યાની પેઠે તેના ઉપાસકેને પણ વેશ્યાના જેવા કપટી, નિર્લજ્જ, મૂઢ અને અધમ બનાવે તેમાં શું આશ્ચર્ય? લક્ષ્મીનો નાશ થાય છે, લક્ષ્મીનું દાન દેવાય છે, વા લક્ષ્મીને ભેગા થાય છે. કંજુસ મનુ લક્ષ્મીનું દાન પણ કરી શકતા નથી, તેમ તેને ભેગ પણ કરી શકતા નથી. ભેગી મનુષ્ય લક્ષ્મીને ભેગમાં વાપરે છે, પણ ઉત્તમ મનુષ્ય પોતાના ઉપયોગમાં લક્ષ્મીને વિવેકથી વાપરે છે, તેમજ સુપાત્રમાં લક્ષ્મીનું દાન પણ કરે છે; વિવેકી મનુષ્ય એમ સમજે છે કે લક્ષ્મી કંઈ પોતાની નથી. સર્વ જીના શ્રેયમાં લક્ષ્મીને સદુપગ કરે એજ ઉત્તમ કાર્ય છે. કરોડે રૂપૈયા ભેગા કરવામાં આવે તેથી કંઈ મનુષ્ય જન્મની સફલતા થતી નથી, પણ લક્ષ્મીને સુપાત્રમાર્ગ
For Private And Personal Use Only