________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૧ )
ધર્મથી પવિત્ર માને છે, પણ તેવા પ્રકારના કેટલાક મનુષ્યના હૃદયમાં ઉડા ઉતરીને જોઈએ છીએ તે, કોધ, માન, માયા, લોભ, ઈર્ષ્યા, વિષયવાસના, વિશ્વાસઘાત, હિંસાપરિણામ, અસત્ય અને સ્વાર્થ વગેરે કરડે ખરાબ વિચારોનો પ્રવાહ વહેતો જણાય છે અને તેથી તેઓ પિતાના મનમાં અનેક પ્રકારના ખરાબ વિચાર કરીને, આચારમાં પણ અશુભપણું દેખાડે છે; માટે તેઓ ઉપરથી સ્વચ્છ પણ અન્તરથી તે કાકની ઉપમાને ધારણ કરનારા કહી શકાય. તેનામાં પ્રેમ, ભ્રાતૃભાવ, પોપકાર, દાન, દયા વગેરે સગુણે તે દબાયેલા માલુમ પડે છે. સામાન્ય બાબતમાં પણ તેઓ પોતાના મનને પાપમાર્ગમાં દોરવી દે છે. પિતાની ઉન્નતિ અને જગની ઉન્નતિ માટે તેઓ બેદરકાર રહે છે. સાધુ સન્ત પુરૂષોથી તેઓ ભાગતા ફરે છે.
જ્યાં જાય છે ત્યાં સ્વાભિમુખ વૃત્તિ કરીને જાય છે અને અન્તરથી કપટકળા ધારણ કરીને જાય છે, તેથી તેઓ પોતાનું મન સુધારવાને શક્તિમાન બનતા નથી; હદયની પવિત્રતાવિના બાહ્યનું ચારિત્ર ઉત્તમફળ દેખાડી શકતું નથી. હૃદયની પવિત્રતાવિના ઉત્તમ પુરૂષને બોધ હૃદયને પ્રકાશ કરવા સમર્થ થતો નથી. હૃદયની પવિત્રતાવિના મનુષ્ય, કઈ પણ મનુષ્યને ઉત્તમ અસર કરવાને માટે શક્તિમાન બનતો નથી. હૃદયની પવિત્રતાવિના ઉત્તમ અનુભવજ્ઞાન પ્રગટી શકતું નથી. મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન, આ પાંચ પ્રકારનાં જ્ઞાન પ્રાપ્ત કરવાં હોય તો –હૃદયની પવિત્રતા કરવા, હૃદયનું વિવેક જળથી ક્ષાલન કરવું જોઈએ.
પરભવમાં હદયની પવિત્રતાજ ખપમાં આવવાની છે, એમ નિશ્ચય માનશે. હૃદયની પવિત્રતા ધારક મનુ મૌન રહીને મહાત્માઓ બની શકે છે; તેઓ ભાષાજ્ઞાનમાં સામાન્ય હોય છે, તેપણું મેટા મેટા રાજાઓ, બાદશાહ, કવિઓ અને પ્રોફેસરે કરતાં જગતના ઉપર સારી અસર કરે છે અને દુનિયાને શુભ માર્ગમાં દોરી શકે છે. હૃદયની શુદ્ધિવિના બાહ્ય યિાના સમૂહથી આત્માની ઉચતા થતી નથી. જ્યારે ત્યારે પણ હૃદયની શુદ્ધિ થી જ્ઞાનાદિ સદ્ગુણે ખીલ્યા છે, ખીલે છે અને ખીલશે. હૃદયની ઉત્તમતા કરવી હોય તે પ્રથમ હૃદયશુદ્ધિ કરવી જોઈએ. જે અનેક પ્રકારના દેને જોઈ નાંખી હૃદયની શુદ્ધિ કરવામાં આવે, તે પરમાત્માની પ્રાપ્તિ કરતાં વાર લાગવાની નથી. કેઈ પણ પ્રકારની ભાષા ભણીને વિદ્વાન થવા માત્રથી કંઈ હૃદયની શુદ્ધિ થઈ શકતી નથી. હૃદયની શુદ્ધિને સંબન્ધ સાંગાની સાથે છે. સત્પરૂના સમાગમથી તથા તેમના સદુપદેશથી હૃદયની શુદ્ધિ થાય છે,
For Private And Personal Use Only