________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૮ )
તે, તેઓની ચક્ષુમાં અમૃત વસે છે અને તેથી તેએ સર્વત્ર દયાભાવ અને પ્રેમભાવ રાખતાં શીખે છે. દ્વેષરૂપ દાવાગ્નિથી હૃદય બળીને ખાખ થઈ જાય છે માટે કોઇની પણ ઈર્ષ્યા કરવી એ મનુષ્યનું ઉત્તમ લક્ષણ ગણાય નહિ. સર્પની દાઢમાં ઝેર હાય છે, સિંહની મૂછમાં ઝેર હોય છે તેમ, મનુષ્યોને તેઓના હૃદયમાં-ઇર્ષ્યારૂપ ઝેર ડાય છે. કોઈ જીવપર ઈર્ષ્યા કરવાથી આત્માની શક્તિયા ઘટવા માંડે છે અને તેથી-ઈર્ષ્યારૂપ ક્ષારથી હૃદયરૂપ ક્ષેત્ર ખારૂં થવાથી, તેમાં ધર્મબીજ વાવવામાં આવે છે તે તે ઉગી શકતું નથી.
મનુષ્યા, બુદ્ધિના યોગે કલેશ કરે છે; પરદેશી ફાફડાના કાંટાઓના કરતાં અનન્તગણું દુઃખ દેનાર કલેશ છે. કલેશથી કુસંપનાં બીજ વાવીને મનુષ્યા તેનું ઝેરી ફળ આસ્વાદે છે. મનુષ્યેા પરસ્પર કલેશ કરીને, મેટાં યુદ્ધો કરીને પોતાની જાતના નાશ કરે છે.કુબુદ્ધિની પ્રેરણાથી મનુષ્યેામાં જ્યાં ત્યાં કલેશના આન્તરિક રોગો ફાટી નીકળે છે અને તેથી દુનિયાની પાયમાલી-પૂર્વ ઘણીવાર થઇ છે, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. કલેશથી મનુષ્યા કદી ઉચ્ચ બની શકતા નથી. કલેશ અને દારૂમાં બેભાન કરવાની શક્તિ રહી છે. બુદ્ધિની પ્રેરણાથી મનુષ્યા અન્યાના ઉપર આળ પણ ચઢાવે છે. તાપ વા અન્દુકથી અન્યનું જેટલું અહિત કરી શકાય છે તેના કરતાં, અન્યાને આળ દેવાથી સ્વપ રનું અનન્તગણું અહિત કરી શકાય છે. અન્યોને આળ દેવાથી પેાતાના સદ્ગુણે, ટળી જાય છે અને પરભવમાં સીતાની પેઠે અહેતુક આળના દોષના ભાગીદાર થવું પડે છે. “ જેવા આઘાત તેવા પ્રત્યાઘાત. ” તેની પેઠે આળનું ફળ આળજ છે. કુમુદ્ધિથી પ્રેરાયલા મનુયેા પરની ચાડી કરે છે. અમુકે આમ કર્યું અને અમુક, અમુક કાર્ય કરતા હતા; આવી પૈશુન્ય વૃત્તિથી મનુષ્ય મનુષ્યજાતિ ધારણ કરે છે તાપણુ, અન્તરથી તે મનુષ્યત્વને ધારણ કરી શકતા નથી. મ્મુદ્ધિથી જડ વસ્તુઓ કે જે રૂચિકર લાગે છે, તેના સંબન્ધી રતિ થાય છે અને અરૂચિકર પદાર્થોથી અતિ થાય છે. બુદ્ધિથી પ્રેરાયલા મનુષ્ય પરજીવાની નિન્દા કરીને ગુણાનુરાગને બાળી ભસ્મ કરે છે. બ્રુદ્ધિની પ્રેરણાથી મનુષ્યા માયા અને મૃષાવાદ દેષને સેવે છે. ચુબુદ્ધિની પ્રેરણાથી મનુષ્યા હૃદયમાં મિથ્યાત્વશલ્યને ધારણ કરે છે. આંબાના ફળને શાખ કહે છે; ખગડેલી અર્થાત્ જેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અગડી ગયેલ શાખને કુત્સિત શાખ કહે છે. ચેતન ! પરમામૃત સમાન એવી હું સુમતિ, તેને ત્યાગ કરીને હું ચેતન ! તું કુત્સિત શાખસમાન એવી
For Private And Personal Use Only