________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૯) કુબુદ્ધિ ઉપર વારી જાય છે, પણ ઉપર્યુક્ત કુમતિનાં કાર્યોને વિચાર કરીશ તે તને સત્યની પરીક્ષા થશે. કહ્યું છે કે,
ો છે मणिर्लुण्ठतुपादाने काचः शिरसिधार्यताम् ।
परीक्षककरप्राप्ते काचः काचोमणिर्मणिः ॥ १॥ મણિ, પાદમાં અથડાઓ અને મસ્તકપર કાચને ધારણ કરે, પણ પરીક્ષકના હાથમાં તે બે પ્રાપ્ત થતાં, મણિ તે મણિ રહેવાની અને કાચ તે કાચજ રહેવાનું. હે ચેતન સ્વામિન્ ! આ દૃષ્ટાન્તની પેઠે આપ અન્તરમાં ઉંડા ઉતરીને વિચારશે તે કુબુદ્ધિ અને મારું યથાર્થ સ્વરૂપ અવબોધી શકશો. હે આત્મન ! ગુણ અને અવગુણુના ભેદને સમજે, કેમકે જગતમાં જેનામાં ગુણ હોય છે તેને આદર થાય છે. ગુણવિનાને ઘટાટોપ કંઈ મૂલ્યવાળો ગણું નથી. જ્યાં ત્યાં ગુણોજ પૂજવા યોગ્ય થાય છે અને દુર્ગણે ત્યાગ કરવા ગ્ય થાય છે. કુબુદ્ધિ દુર્ગણોને ભંડાર છે, તેને સામું જોતાં અને તેના પ્રતિ જરા પ્રેમ દેખાડતાં તમારા ગળે વળગી પડશે અને તે ચુડેલની પેઠે દુઃખ દેવા અનેક પ્રકારના પ્રયત્નો કરશે. તમારામાં વિવેક દષ્ટિ જાગ્રત થઈ છે, માટે હવે મારા કથનને પરિપૂર્ણ વિચાર કરે, કેમ કે સુબુદ્ધિને પ્રાપ્ત કરતાં અનેક વર્ષો વીતે છે અને કુબુદ્ધિ તો એક પલકમાં પ્રાપ્ત થાય છે. મનુ અન્તરમાં ઉંડા ઉતરીને વિચારશે તે, પ્રત્યેક મનુષ્યને કુબુદ્ધિ અને સુમતિની અશુભ અને શુભ ફુરણુઓ જે જે પ્રસંગો પામીને થાય છે તે જણશે. ક્ષણે ક્ષણે પિતાના મનમાં ઉત્પન્ન થતી સુમતિ વા કબુદ્ધિને જોવાની મનુષ્યએ ટેવ પાડવી અને પાપ કરવાની બુદ્ધિ ઉત્પન્ન થાય તેને તુર્ત દાબી દેવી અને તે જ વખતે સ્વપ૨ કલ્યાણના શુભ વિચાર કરવા. સુમતિ પિતાના ચેતન સ્વામિને અસત્ સંગતિનું દષ્ટાન્ત આપીને જાગ્રત કરવા નીચે પ્રમાણે હિતશિક્ષા આપે છે. रेखाछेदे वाहिताम, पढीयमीठी सुगुणधाम. या०॥ ४ ॥ ते आगे अधिकरीताही, आनन्दघन अधिकरी चाही.या०॥५॥
ભાવાર્થ –સુમતિ કહે છે કે, હે આત્મસ્વામિન્ ! કુબુદ્ધિની સંગતિ કરવાથી તમારી અત્યંત હાનિ છે. કુસંગતિથી ગમે તેવા પુરૂષ પણ નીચ બની ગયા છે. કુસંગતિથી સત્તા, બળ, લક્ષ્મી, બુદ્ધિ વગેરેને નાશ થાય છે. સુમતિ, દષ્ટાન્તદ્વારા જણાવે છે કે, કાટની રેખા તેજ તાબાને છેદી નાખે છે. હે સુગુણધામ! આ મીઠી વાતને વિચા
For Private And Personal Use Only