________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૭ )
કુબુદ્ધિથી હિંસા કરવામાં પ્રવૃત્તિ થાય છે. મુદ્ધિથી અન્યના પ્રાણને નાશ કરવા મનુષ્યે મહા યુદ્ધો કરે છે. બુદ્ધિથી પ્રેરાયલા મનુષ્યે પેાતાની પવિત્ર જિન્હાને અસત્ય વિષ્ઠાથી મલીન કરી, ભૂંડના આચરાને અન્તરમાં પ્રગટાવે છે. બુદ્ધિથી પ્રેરાયલા જીવા ચારી અને વ્યભિચારમાં આંખ મીંચીને દુ:ખના ઢગલા દેખવા છતાં પ્રવૃત્તિ કરે છે. બુદ્ધિની પ્રેરણાથી મનુષ્યા લક્ષ્મીની વૃદ્ધિ કરવામાં અનેક પ્રકારનાં પાપાને સેવે છે અને વજસમાન કઠીન હૃદય કરે છે અને અન્ય જીવાના પ્રાણતત્ત્વને ચુસી લેઈ રાક્ષસની ઉપમાને ધારણ કરે છે. કુબુદ્ધિના ચેાગે મનુષ્યા ક્રોધ કરીને સ્વપરની અવનતિ કરવા, અન્ય અને જડની પેઠે પ્રવૃત્તિ કરે છે. બુદ્ધિના યોગે મનુષ્યા અનેક પ્રકારની આઘોપાધિયામાં અભિમાન કૅપીને, કીટક જેવા છતાં પેાતાને મહાન કલ્પીને દુ:ખના દરિયામાં પ્રવેશ કરે છે. રાવણ અને દુર્યોધન જેવા યાદ્દાઓનું માનવડે અહિત કરનાર ખરેખર કુમતિજ છે. કુમતિના પ્રેર્યાં મનુષ્યા અનેક પ્રકારની કપટકળાઓમાં પેાતાનું દક્ષત્વ માનીને સાઈના ઘરના મકરાની પેઠે મકલાય છે અને પેાતાનું તથા અન્ય મનુષ્યોનું અહિત કરીને દુર્ગતિમાં જાય છે; હૃદયરૂપ સ્વચ્છાકાશને કાળું કરનાર કપટસમાન અન્ય કોઈ નથી.
ને હૃદયમાં કપટની વૃત્તિ છે તેા શું ? ખાદ્યના આચારો નાટકીયાના આચારો કરતાં વિશેષ કિમ્મતવાળા છે? બુદ્ધિના પ્રેયા મનુષ્ય લાભદેષના ઉપાસક અને છે; દુનિયાની વસ્તુઓ કે જે ધનાદિક તરીકે કલ્પાય છે તેનાથી આત્મા ભિન્ન છે. આત્માની બાહ્યવસ્તુ નથી છતાં, કુબુદ્ધિના યોગે મનુષ્યો લાભદોષમાં રક્ત થઈ-પેાતાનું જીવન સુખે ગુજારી શકે તેવી સ્થિતિ છતાં-પરવસ્તુઓના સંચયમાં અનેક પ્રકારની અનીતિને આચરે છે અને સર્વે જીવાનું ભલું કરવાના સિદ્ધાંતને પાતાલમાં ઘાલે છે. કુબુદ્ધિના યોગે કામરાગ, એહરાગ અને દૃષ્ટિરાગમાં મનુષ્યા ફસાય છે અને સર્વ આત્માઓને સમાનદૃષ્ટિથી જોવાના ઈશ્વરીયસૂત્રને ભૂલી જાય છે. બુદ્ધિથી પ્રેરાયલા મનુષ્યા અન્યાના ઉપર દ્વેષ કરે છે. દ્વેષથી પેાતાના ગુણા પણ દોષરૂપે પરિણમે છે. મનુષ્યોની આંખમાંથી દ્વેષરૂપ ઝેર જો નીકળી જાય તે, પરમાત્માનું દર્શન કરવામાં કોઈ જાતના વાંધે રહે નહિ. મૈત્રીભાવરૂપ કલ્પવૃક્ષ, દ્વેષાગ્નિથી ભસ્મીભૂત થાય છે. મનુષ્યા કેવલજ્ઞાન ન પ્રાપ્ત કરે ત્યાંસુધી વીતરાગ કહેવાતા નથી; મનુષ્ય, દોષ અને અપરાધને પાત્ર છે. મળેલી શક્તિયાના દ્વેષથી દુરૂપયોગ કરીને કોઇનું–શત્રુનું પણ ભૂંડું કરવા પ્રવૃત્તિ કરવી, એનાસમાન અન્ય નીચપણું નથી. મનુષ્યેાની ચક્ષુમાંથી દ્વેષઅગ્નિ ટળે છે
For Private And Personal Use Only