________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૬) લીશ આગમ અને સુવિહિત આચાર્યોના બનાવેલા અધ્યાત્મ ગ્રન્થો અને દ્રવ્યાનુયોગના ગ્રન્થો વાંચવાથી અનુભવ પરિણતિનું સ્વરૂપ પરિપકવ દશામાં અવધી શકાય છે. શ્રુત જ્ઞાનનું ફળ અનુભવ પરિશુતિ છે. જૈનાગ વાંચવા માત્રથી અનુભવ પરિણતિ એકદમ ઉત્પન્ન થઈ જતી નથી; કિન્તુ આગમનું મનન, સ્મરણ, વારંવાર કરીને તેને રસ સ્વાદવામાં આવે છે ત્યારે અનુભવ પરિણતિ ખીલી ઉઠે છે, માટે અનુભવ પરિણતિ ખીલવવા જૈનસિદ્ધાન્તનું શ્રવણ મનન કરવાની આવશ્યકતા છે. કેટલાક શુષ્ક જ્ઞાનિયો અનુભવ પરિણુતિને બેટો ડેલ ધારણ કરે તે–તેઓની તેવી દશાથી, તેઓ પોતાના આગળના માર્ગમાં પોતેજ વિધ્ર નાખે છે. અધ્યાત્મ શાસ્ત્રોના પરિશીલનથી અને અન્તરમાં અધ્યાત્મ તત્વરમણુતાથી અનુભવ પરિણતિ ખીલી શકે છે. અનુભવ પરિણતિથી આત્મા ભિન્ન નથી. આત્માવિના અનુભવ પરિણતિ નથી. અનુભવ પરિણતિની શુદ્ધતા, શુદ્ધપ્રેમ દશા અને આત્મામાં એક નિષ્ઠા કેવી છે તે તેના ઉપર્યુક્ત ઉદ્વારથી સહેજે જણાઈ આવે છે. અનુભવ જ્ઞાન પામતાં આત્મામાં આ બાબતને આભાસ થાય છે. મન, વાણી અને કાયાની પવિત્રતા પણ અનુભવ પરિણતિના યોગે થાય છે. સારાંશ કે ત્રિયોગ પણ સંવર હેતપણે પરિણમે છે. અનુભવ જ્ઞાન પરિણતિના ગે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે અને આત્મા તે પરમાત્મપદરૂપ બને છે. અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરવામાટે ગીતાર્થ મુનિવરેની સેવા કરવી જોઈએ. મન, વાણી અને કાયાથી ભિન્ન એવા આત્માના વિચારમાં તલ્લીન થઈ જવું જોઈએ. આ પદના અન્ય ઘણું ભાવાર્થ લખવા હોય તો લખી શકાય તેમ છે.
પ૬ ૭૪.
(ા વસંત.) ચાલુદ્ધિમરીૌન ગાત, કહારીને વેતન જ્ઞાન ગાતા થા. શા कुत्सित साख विशेष पाय, परमसुधारस वारि जायः ॥या० ॥२॥ जीया गुन जानो और नाही, गले पडेंगी पलकमाहि. ॥ या०॥३॥
ભાવાર્થ-અન્તરમાં રહેલી સુમતિ, સ્વકીય ચેતન પ્રભુપર શુપ્રેમ ધારણ કરીને તેમને શિખામણ આપે છે કે, હે જ્ઞાનસ્વરૂપ ચેતન સ્વામિન્ ! કુબુદ્ધિ ,મરી પર આપ રીઝવ્યા છે, પણ તેની જાત કાણું છે? તે તમે જાણે છો? તે તો મેહનૃપતિની પુત્રી છે; એવી કુબુદ્ધિનું જે આપ સૂક્ષ્મદષ્ટિથી સ્વરૂપ વિલકશે તે આપ પ્રાણુતે પણ તેના સામું જોવાનું મન કરી શકશે નહિ.
For Private And Personal Use Only