________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) તિને ગુમાવે છે અને મન, વાણું તથા કાયાથી પાપમાં પ્રવૃત્તિ કરે છે. અસત્ સંગતિથી મનુ અવિરતિ, કષાયના આડે માર્ગ ચડે છે અને તેથી તેઓ આત્માને પરમાત્મારૂપે બનાવી શકતા નથી. અસત્ સંગતિથી મનુષ્ય અશુભ વિચારરૂપ વાતાવરણમાં ઉછરીને અશુભ આચારેને સેવે છે અને તેથી અન્યોને પણ અશુભ માર્ગમાં દોરે છે. જગતમાં કુસંગતિથી મનુષે લડે છે, એક બીજાનો નાશ કરવા પ્રયત્ન કરે છે, આ પ્રકારે અસત્ રાંગતિ બળતા અગ્નિની પેઠે આત્માઓના ગુણોને ભસ્મ કરે છે, માટે જે જે મનુષ્યના સમાગમથી દુર્ગણે ઉત્પન્ન થાય તે તે મનુષ્યોની સોબત ત્યાગવાની જરૂર છે.
મનુષ્યોએ ભવિષ્યની ઉન્નતિ કરવી હોય તે, બાલ્યાવસ્થાથી સત્સંગતિના હેતુઓને પોતાની આસપાસ રચવા જોઈએ. અસત્ સંગતિનો ત્યાગ કરીને સતરગતિ કરવાની ઘણી જરૂર છે. જે કઈ ભૂતકાળમાં મહાત્માઓ થયા, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે તેનું કારણ સતું મનુષ્યોની સંગતિ છે. સત પુરૂષોની સંમતિથી જગતમાં ધર્ણોદ્ધારક મહાત્માઓ ઉત્પન્ન થયા છે. સરગતિથી મનુષ્યો દયા, પ્રેમ, ભક્તિ, મૈત્રીભાવ, વગેરે સગુણાને ધારણ કરવા શક્તિમાન થાય છે. સતસંગતિથી મનુષ્ય મન, વાણી અને કાયાથી સત્કાર્યો કરવાને શક્તિમાનું થાય છે. સતસંગતિથી મનુ પાપના વિચારેને તજી દે છે અને કલ્યાણના વિચારોને અંગીકાર કરે છે. સતસંગતિથી મનુષ્ય દુનિયામાં ધર્મનો ફેલાવો કરી શકે છે. સસંગતિથી મનુષ્ય જગતના સર્વ જીવોને પિતાના કુટુંબ સમાન માનીને તેઓનું ભલું કરવા પ્રયત્ન કરે છે. સતસંગતિથી મનુષ્ય પોતાની જીંદગી અમૃતરૂપ કરે છે. આ જગતમાં સતસંગતિ છે તે સત્ય ધમેનું મૂળ છે. સતસંગતિથી મનુષ્ય પરમાત્માની પ્રાપ્તિ કરે છે. સહજ સુખની પ્રાપ્તિ કરવાની ઇચ્છા હોય તેણે સતસંગતિ કરવી. જે દેશમાં પુરૂષોને વિશેષતઃ પ્રાદુર્ભાવ થાય છે, તે દેશના મનુષ્ય ઉચ્ચ માર્ગમાં ગમન કરે છે અને તે દેશમાં શાન્તિ પ્રસરે છે. રજોગુણ અને તમોગુણનો નાશ કરવો હોય તે ઈન્દ્રિો ઉપર જય મેળવનાર ત્યાગી સન્તપુરૂષની સંગતિ કરવી જોઇએ. સવગુણુના આનન્દને પ્રાપ્ત કરે હોય તે સત્પુરૂષેની સોબત કરવી. અજ્ઞાનરૂપી અંધકારને હટાવી દેવું હોય તો આતમજ્ઞાની સત્પુરૂની સેબત કરવાની અત્યંત જરૂર છેજ્યાં સુધી અજ્ઞાનીએના રસમુદાયમાં મનુષ્ય પડી રહે છે અને અજ્ઞાનીઓની પુંઠ પાછળ ગધેડાની પેઠે ચાલ્યા કરે છે, ત્યાં સુધી તેઓ સત્સંગતિનું માહાત્મ્ય અવધી શકતા નથી. સતસંગતિને લાભ મેળવનાર મોક્ષનો માર્ગ
For Private And Personal Use Only