________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૮ ) પૂર્વનો અને વર્તમાનનો મુકાબલે કરવાનું કાર્ય કંઈ સહેલ નથી. મોટા મોટા પ્રોફેસરે પણ પૂર્વના આચારે અને વર્તમાનના આચારોનો મુકાબલે કરતાં-સત્યને સારાંશ ખેંચતાં બેહોશ બની જાય છે, માટે જનાને ત્યાગ અને નવાનો આદર કરતાં અનેક વિચારે કરશે અને અનેક સતપુરૂની સલાહ લેશે. હિંદુસ્થાનના લકે વૈર, ઝેર, કલેશ અને આળસનો ત્યાગ કરે અને દયા, ભક્તિ, દાન, સત્ય, મૈત્રીભાવ વગેરેના વિચારો પર આવે તે ખરેખર તેઓ ધર્મ માર્ગમાં પ્રવેશ કરી શકે. જૈનોએ ધર્મરાંબધી અન્યોને ઉપદેશ દેવો જોઈએ. સુજ્ઞ જૈનોને અન્યધર્મ સ્વીકારવાની કંઈ જરૂર રહેતી નથી; જૈનધર્મમાં નીતિ આદિ સર્વ સિદ્ધાન્તોનો સમાવેશ થાય છે. અજ્ઞ જેનો જૈનધર્મથી ભ્રષ્ટ થાય તેમાં તેઓના હૃદયમાં રહેલા અજ્ઞાનનો દોષ છે. જૈનધર્મ રાંધી અનેક શાસ્ત્રોનો ગુરૂગમથી અભ્યાસ કર્યા વિના, માત્ર કેળવાયલાપણનો ફાંકે રાખીને કેટલાક મનુ કુતર્કો કરે અને અસત્ સંગતિના યોગે જૈન ધર્મથી ભ્રષ્ટ થાય, તેમાં તેઓને પોતાનો દોષ છે, કારણ કે તેઓએ જૈન શાસ્ત્રોનો ગુરૂગમપૂર્વક અભ્યાસ કર્યો નથી. ધર્મના સિદ્ધાન્ત જેવા જૈન શાસ્ત્રોમાં છે, તેવા અન્ય ઠેકાણે નથી. અસત્ સંગતિથી મનુ પ્રથમથીજ કુસંસ્કારવાળા બની જાય છે, તેથી તેઓના હૃદયમાં કદાગ્રહને પ્રવેશ થાય છે અને પશ્ચાત તે સત્ય સિદ્ધાન્તોની માન્યતા સ્વીકારી શકતા નથી. અસત્ સંગતથી મનુષ્ય સત્યસિદ્ધાન્તોની તુલના કરવા શક્તિમાન થતા નથી. અસત્ સંગતિથી એકાન્ત જુનું તે ઝેર જેવું વા જાનું તે અમૃત જેવું, એમ સંકુચિત દષ્ટિવડે જુદી જાતને વિપરીત અર્થે ગ્રહણ કરવામાં આવે છે, અથૉત્ જૂના જમાનામાં અને નવીન જમાનામાં સત્ય કેવા રૂપે છે તેને અસત્ સંગતિથી પારખી શકાતું નથી. અસત્ સંગતિથી મનુષ્યો અવનતિના માર્ગમાં ગમન કરે છે અને પિતાની ઘોર પોતાના હાથે ખેદે છે. અસત સંગતિથી મનુ સ્વાગૅના પ્રપંચમાં મસ્ત બનીને જગના ભલા માટે શુભ પ્રવૃત્તિ કરી શકતા નથી. અસત્ સંગતિથી મનુષ્ય સાત્વિક ગુણથી માનસિક ઉન્નતિ કરી શકતા નથી. અસત્ સંગતિથી મનુષ્ય પોતાની અને પરની દયા કરવાને શક્તિમાન્ થતા નથી. અસત સંગતિથી મનુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરી હિત અને અહિત માર્ગને જાણવા સમર્થ થતા નથી. અસત સંગતિથી મનુષ્યો ખાવું પીવું અને લહેર મારવામાંજ મનુષ્ય જીવનને સાર સમજે છે. અસત સંગતિથી મનુષ્ય સર્વની સાથે મૈત્રીભાવ ધારણ કરવાને શક્તિમાન્ થતા નથી. અસત્ સંગ કરવાથી પુરૂષો અને સ્ત્રીઓ મન, વાણી અને કાયાથી શુભકાર્ય કરવાની શ
For Private And Personal Use Only