________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭ )
પિતાના આત્માની ઉચ્ચ દશા કરવા સમર્થ બનતા નથી. અધ્યાત્મજ્ઞાનથી દ્રવ્યદયા અને ભાવદયા કરવી એમ હદયમાં વિવેક પ્રકટે છે, તેમજ આશ્રવના હેતુભૂત અવ્રતે ટાળવા જોઈએ એમ હૃદયમાં વિવેક પ્રકટે છે. મેઘના જલમાં એવી શક્તિ રહી છે કે તે ગમે ત્યાં નદીના આકારને પાડી શકે છે, તેમ જ્ઞાનમાં પણ એવી શક્તિ રહી છે કે તે ઉપાયોરૂપ ધર્મક્રિયાને પ્રકટાવી શકે છે. શ્રુતજ્ઞાનીઓ પોતાના જ્ઞાનબળથી કર્તવ્ય આચારરૂપ કિયાના અધિકારને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જાણી શકે છે. આત્માના શુદ્ધ પર્યાયરૂપ મેક્ષકાર્યમાં જ્ઞાનશક્તિ એ ઉપાદાનકારણ છે અને બાહ્યશક્તિ એ નિમિત્તકારણ છે. ઘટરૂપ કાર્યમાં મૃત્તિકા ઉપાદાનકારણ છે, અને કુંભાર, દંડ, ચક્ર વગેરે નિમિત્તકારણું છે. નિમિત્તકારવિના એકલા ઉપાદાનકારથી પણ કાર્યની સિદ્ધિ થતી નથી, તેમજ ઉપાદાનકારવિના એકલા નિમિત્તકારણથી પણ કરોડ ભવમાં કાર્યની સિદ્ધિ થતી નથી. જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ અધ્યાત્મતત્ત્વ હોવાથી તેની પ્રાપ્તિવડે મોક્ષરૂપ કાર્યની સિદ્ધિ થાય છે. જ્ઞાનવિના ક્ષિાનું સ્વરૂપ પણ સમ્યગુરીત્યા સમજાતું નથી. જે જીવો જ્ઞાન પામે છે તે જીવો ધર્મક્રિયા કરવાના અધિકારી બને છે. આજકાલના ધર્મને આદરનારા કેટલાક જીવો પોતાને આધકાર અમુક ધર્માચારમાં કેટલો છે તે જાણવાને શક્તિમાન્ થતા નથી, તેથી ગાડરીયા પ્રવાહની પદ્ધતિને તેઓ સ્વીકાર કરીને વીતરાગના વચનનું સમ્યગુરીત્યા આરાધના કરી શકતા નથી. અધ્યાત્મજ્ઞાનથી કઈ ધર્મક્રિયા કરવામાં પિતાને અધિકાર છે તેનો ખ્યાલ આવે છે અને તેથી જે જે આચાર આચરવા યોગ્ય છે તેનો પિોતાની મેળે મનુષ્ય આચાર આચરે છે. અધ્યાત્મજ્ઞાનીએ વ્યવહારમર્યાદાને પિતાના અધિકારપ્રમાણે પાળવી જોઈએ. હાલમાં જ્ઞાનમાર્ગની વૃદ્ધિ થતી જાય છે તેથી પૂર્વાચાર્યોએ લખેલા અધ્યાત્મગ્ર પ્રસિદ્ધિમાં આવવાથી, તે ગ્રંથનું વાચન ફેલાતું જાય છે અને તેથી અજ્ઞાનીઓ પણ “અધ્યાત્મજ્ઞાન એ જૈનશાસનની ખરી રૂદ્ધિ છે” એમ અમુક અંશે સમજવા લાગ્યા છે. સમુદ્રની ભરતમાં જેમ તીથિની અપેક્ષાએ તરતમતા છે–પૂનમ અને અમાવાસ્યાના દિવસે સમુદ્રની ભરતી વધે છે–ચંદ્રમાના કિરણેથી સાગરની ભરતી ચઢે છે, એમ પૂર્વાચાર્યોના વચનથી અવાધાય છે; તદ્દત કેળવણીના પ્રતાપથી અધ્યાત્મજ્ઞાનનો ફેલાવો થાય છે તેને કેઈ નિવારવાને શક્તિમાનું નથી. શ્રી વીરભગવાનની અધ્યાત્મવાણીને પ્રકાશ ધીમે ધીમે પૃથ્વીપટપર વિસ્તાર પામવા લાગે છે. કેટલાક નાસ્તિક જડવાદીઓ પણ વિશમાં સૈકામાં આત્માની નિત્યતા, પુનર્જન્મ અને કર્મવાદને સ્વીકાર કરવા લાગ્યા છે.
For Private And Personal Use Only