________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ ) માંથી પાપની પ્રવૃત્તિ ઘણી જૂન થઈ જાય, અધ્યાત્મજ્ઞાનથી આત્માના સન્મુખ મનની પ્રવૃત્તિ વળે છે, તેથી બાહ્યપદાર્થોમાં અહેમમત્વ રહેતું નથી. પ્રારબ્ધકર્મના અનુસારે બાહ્યપદાર્થોને આહારાદિપણે ઉપયોગ થાય છે, પણ તેમાં અધ્યાત્મજ્ઞાન પ્રતાપે બંધાવાનું થતું નથી. જ્ઞાનીને રાગના મન્દ-મન્દતર પરિણામે બાહ્યપદાર્થોને ભેગ થાય છે. મનુષ્યો, પોતાની ઉત્તમતા પરિપૂર્ણ અવબોધે તો તેઓ અન્યજીવોનો નાશ કરવા મન વચન અને કાયાથી પ્રયત્ન કરે નહિ. અનેક પાપી મનુષ્યો અધ્યાત્મજ્ઞાનના અભાવે હિંસાના ઘોર ધંધાઓ કરીને હજારો પશુઓ અને પંખીઓના પ્રાણને હણે છે; જે તેઓ જિનેશ્વર વાણુના અનુસારે અધ્યાત્મજ્ઞાન પામ્યા હોત તો પ્રાણીઓની હિંસા જેમાં થાય છે એવાં કતલખાનાં વગેરે હિંસક યંત્રો ચલાવત નહિ. હંસ જેમ દુગ્ધ અને નીર બન્ને ભેગાં મળી ગયાં હોય છે તેને ભિન્ન કરે છે તેમ, અધ્યાત્મજ્ઞાની પણ ધર્મ અને અધર્મને ભેદ કરીને જચેતનની ભિન્નતા અવબોધે છે. દુનિયાના પદાર્થોથી પરાડ મુખ થઈને આત્મામાં પરિણમવું એ
કંઈ સામાન્ય વાત નથી. ઉલટી નદી તરવી સહેલ છે, અધ્યાત્મજ્ઞા- સમદ્ર તર સહેલ છે, મેરૂનું ઉલ્લંઘન કરવું સહેલ છે, નની દુર્લભતા.
" કલ્પવૃક્ષની પ્રાપ્તિ થવી એ સહેલ છે, વ્યાવહારિક જ્ઞાનની પ્રાપ્તિ થવી એ સહેલ છે, પણ આત્માને પોતાના શુદ્ધરૂપે પરિણભાવનાર એવા અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થવી એ દુર્લભ છે. સ્થલ પદાર્થોનું જ્ઞાન કરાવનાર એવી બાઘવિઘાને તે લાખો વા કરડે મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે, કિન્તુ સમ્યકત્વનો નિશ્ચય કરાવનાર એવા અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ તો વિરલા મનુષ્યને થઈ શકે છે. ભાષાજ્ઞાનનાં વ્યાકરણથી ભાષાસાનનો વિવેક થાય છે તેમ, તેથી અહંકાર વગેરેની પણ ઉત્પત્તિ થાય છે. તર્ક વા ન્યાયવિદ્યાનાં પુસ્તકનું અધ્યયન કરવાથી અને ન્યાયાચાયૅ બનવાથી શુષ્કવાદ અને અહંકારાદિ દોનું, ખરેખર અધ્યાત્મજ્ઞાન વા તરવરતાનના અભાવે પ્રાકટય, દેખાય છે. અધ્યાત્મજ્ઞાન અને અધ્યાત્મકિયાથી રાગદ્વેષનો ક્ષય થાય છે. અધ્યાત્મજ્ઞાનના અને બાહ્યજ્ઞાનના વિવેકમાં આકાશ પાતાલ જેટલો ફેરફાર હોય છે. જે ધમૅશાસ્ત્રોમાં અધ્યાત્મજ્ઞાન નથી તે ધમેના મનુષ્યો, ધર્મની લડાઈઓ કરીને ધર્મના નામે હજારે વા લાખો મનુષ્યના પ્રાણેને સંહાર કરીને તેમાં ધર્મ માને છે. અધ્યાત્મજ્ઞાનવિના મનુષ્યો મોક્ષમાર્ગ સન્મુખ પ્રયાણ કરી શકતા નથી. જેઓના મતમાં (ધર્મમાં) શુષ્ક અધ્યાત્મજ્ઞાનની પ્રરૂપણું છે તેઓ પણ સમ્યગૂદષ્ટિના અભાવે
For Private And Personal Use Only