________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ ) બહારમાં ઉત્તમ પ્રેમથી ધર્મપ્રવૃત્તિ કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનમાં સર્વ પ્રકારની શ્રેષ્ઠતા જાણીને સર્વ જ્ઞાનીઓએ તેને પ્રથમ નંબરમાં ગયું છે. અનેક પ્રકારનાં અધ્યાત્મશાસ્ત્રોને અભ્યાસ કરીને આત્માને અવધ તેજ જગતમાં મુખ્ય કર્તવ્ય છે. જડ અને ચેતનનું ભિન્ન ભિન્ન પ્રકારથી જ્ઞાન થતાં સમ્યત્વની
પ્રાપ્તિ થાય છે. સ્કૂલ જડ પર્યાનું અનિત્ય અને સભ્ય આમાથી ભિન્નત્વને નિશ્ચય કર્યા પછી પંડિત મનુષ્ય પ્રાપ્તિ પિતાના આત્મામાં જ આનન્દ માને છે. ભેદજ્ઞાનની
પ્રાપ્તિ થતાં બાહ્ય શરીરાદિ વસ્તુ પર મમત્વભાવને અધ્યાસ ટળે છે. ગૃહસ્થાવાસમાં સ્થિત મનુ બાહ્યવ્યાવહારિક કાર્યોને કરે છે પણ યદિ જે તેઓ ભેદજ્ઞાન (અધ્યાત્મને પ્રાપ્ત કરે છે તે તેઓ બાહ્ય પદાર્થોમાં રાચીમાંચી શકતા નથી અને પૃથ્વી ચંદ્ર તથા ગુણસાગરની પેઠે કેઈક વખત ઉત્તમ નિર્તપદશાને ધારણ કરવા સમર્થ બને છે. સૂર્યની સાથે પ્રેમ બાંધનાર કમલ પોતે જલમાં નિર્લેપ રહી શકે છે, તેમ આત્માના ગુણોનું પોષણ કરનાર અધ્યાત્મજ્ઞાન જેના હૃદયમાં જાગ્રત થાય છે તેનું મન પોતાના આત્મસન્મુખ રહે છે. અધ્યાત્મજ્ઞાનથી આત્માનું વીર્ય જે અનાદિકાલથી પરભાવમાં પરિણમ્યું હતું તે, પરભાવિક વીર્ય પણ શુદ્ધરૂપ બને છે. આત્માના જે જે ગુણે વા પર્યાયે પરભાવ સાથે પરિણમ્યા હોય છે તેનું અશુદ્ધ પરિણુમન ટાળીને શુદ્ધ પરિણમન કરનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. બાહ્યજ્ઞાનથી બાહ્ય પદાર્થોમાં ઈષ્ટત્વ જણાય છે ત્યારે અધ્યાત્મજ્ઞાનથી આત્માના શુદ્ધ ધર્મવિના અન્ય જડ પદાર્થોમાં ઈષ્ટત્વ જણાતું નથી. દુનિયાના દરેક દેશો અને તેમાં પણ યુરોપ અમેરિકા વગેરે દેશમાં બાઘજ્ઞાનથી મનુષ્પ, પ્રવૃત્તિમાર્ગમાં યાહેમ કરીને પડ્યા છે અને તેથી તેઓ અન્ય દેશોને પણ પ્રવૃત્તિમાર્ગમાં ઘસડશે; અને પરિણામ એ આવશે કે બાહ્યજ્ઞાનથી પ્રવૃત્તિમાર્ગની એટલીબધી ધમાલ ચાલશે કે, તેથી મનુષ્ય સ્વાર્થ, મજમઝા, ભોગ અને ઇચછાના ઉપાસક બનશે અને તેથી કષાયાદિનું સામ્રાજ્ય પ્રવર્તશે. દુનિયાના પ્રવૃત્તિમાર્ગ અને વિષયભોગ, મેજશેખ, સ્વાર્થ અને કષાયાદિના સામું પોતાનું બળ અજમાવનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિથી મનુષ્યો પ્રવૃત્તિમાર્ગમાં મન્દપણે પ્રવૃત્તિ કરે છે, અને તેઓ હાય ધન! હાય ધન! કહીને એકાન્ત ધનના પૂજારી બનતા નથી. બાહોછાઓનો નાશ કરનાર અને આત્મામાં સુખને નિશ્ચય કરાવનાર અધ્યાત્મજ્ઞાનને જે જગતમાં ફેલા થાય તો દુનિયા
For Private And Personal Use Only