________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮) પ્રગટે છે. અર્થાત આત્મા તે પરમાત્મારૂપ બને છે, માટે હું આવી યોગિની દશાને ધારણ કરવા ઈચ્છું છું. इहविध योग सिंहासन बैठा, मुगति पुरीकुं ध्याऊं रे; आनन्दधन देवेन्द्रसें जोगी,बहुर न कलिमें आउं रे,वाहाला ता. ॥४॥
ભાવાર્થ–પ્રમાણે યોગસિંહાસન પર બેસીને હું મુક્તિપુરીનું ધ્યાન ધરું છું. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણું, ફયાન અને સમાધિ, એ યોગનાં આઠ અંગ ગણાય છે. યોગસિંહાસનમાં બેસીને ગનાં અંગ સેવ્યાથી અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. યોગનાં અંગ સમ્યગૂરીયા સેવવાથી અઠ્ઠાવીશ લબ્ધિઓ પૈકી અમુક લબ્ધિની પ્રાપ્તિ થાય છે. પંચમ આરામાં પણ કેટલીક લબ્ધિઓની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્ય યોગશાસ્ત્રમાં પેગનાં અંગોનું સારી રીતે વર્ણન કર્યું છે, તેમજ શ્રીહરિભદ્રસૂરિએ ( ચૌદસે ચુમ્માલીશ ગ્રન્થ બનાવનાર પૂર્વાચાર્ય) યોગબિંદુમાં યોગનું બહુ સૂક્ષ્મ સ્વરૂપે વર્ણવ્યું છે. શ્રીહરિભદ્રસૂરિએ યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રન્થમાં ગની દૃષ્ટિએ સારી રીતે વર્ણવી છે. શ્રીમદ્દચિદાનન્દજીએ ચિદાનન્દ સ્વરદયમાં વેગનું સ્પષ્ટ રીત્યા સ્વરૂપે વર્ણવ્યું છે. આ નન્દને ઘન એ આત્મા કહે છે કે, દેવેન્દ્રની પેઠે હું યોગસિહાસનારૂઢ થઈને બહુવાર કલિયુગમાં ન આવું એવી સ્થિતિને પ્રાપ્ત કરૂં; એવી શ્રીમદ્ આનન્દઘનજી ગદશાની અભિલાષા ધરાવે છે. ચોગદશાના વર્ણનવાળું નીચેનું પદ પણ વિચારીને યુગમાં પ્રવૃત્તિ કરવી જોઈએ.
___योग पद.
मनमोह्या जंगलकेरी हरणीने ए राग, जोगीथइने अलख हुं जगावु रे, सोऽहसोऽहंपरमप्रभुध्यावं रे. जोगी० उदासीनताकंथा पहेरं, वैराग्यनी भभूति चोळावू रे. जोगी० ॥१॥ दयाभावनीचाखडीओधरूं,शीलवतनो लंगोट लगाउं रे.जोगी०॥२॥ सर्वत्यागरूप शीर्ष मुंडावु, प्रभुधारणा खप्पर धराउं रे. जोगी०॥३॥ ध्यानदंडने प्रेमे धारु, पवनपावडी उपयोग लावु रे. जोगी० ॥४॥ अन्तर आत्मप्रदेशे विचरुं, दयागंगमां स्नाने सुहाउं रे. जोगी०॥५॥ अस्तिनास्तिमय परब्रह्ममा, ब्रह्मांड आलुं हुं समाउं रे. जोगी०॥६॥ अनुभवअमृतभिक्षा मागु, हुंतो धूणी संयमनी जगाउं रे. जोगी०॥७॥
For Private And Personal Use Only