________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૭) છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન, તેમાં આદ્યનાં બે ધ્યાન ત્યાગ કરવાગ્ય છે, માટે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યાગ કરીને ધર્મધ્યાન અને શુકલધ્યાનને થાઉં છું અને તે ધ્યાનવડે કર્મને બાળી ભસ્મ કરું છું. મારા મનને હું એક દયેય વસ્તુમાં સ્થિર રાખું છું. રાગ અને દ્વેષનો ત્યાગ કરીને, આત્માનું ધ્યાન ધરીને, અન્તરંગોગ ભૂમિકામાં પ્રવેશ કરૂં છું. તત્ત્વગુફામાં સિદ્ધ થવાને સિદ્ધાસન લગાવી આ પ્રમાણે યોગમાર્ગને એવું છું. आदि गुरूका चेला होकर, मोहके कान फराउं, धर्म शुक्ल दोय मुद्रा सोहे, करुणा नाद बजाउं रे, वाहाला.॥ता०॥३॥
ભાવાર્થ. ધર્મની આદિ કરવાથી સર્વે તીર્થકર આદિકર-તે તે તીર્થની અપેક્ષાએ—મનાય છે, તેથી નમુથુiqમાં બનાળે એવો પાઠ સર્વ તીર્થકરને સાધારણપણે લાગુ પડે એવા વિશેષણરૂપે મૂકે છે. તીર્થકર આદિકર છે; તેઓ તીર્થકર ગણાય છે અને ગુરૂઓની પરંપરાની અપેક્ષાએ તે ગુરૂ પણ ગણી શકાય છે. તેઓની આજ્ઞા માનીને મેહના કાન ફાડીશ, અર્થાત મોહનો નાશ કરીશ. (વ્યવહારની અપેક્ષાએ દીક્ષા આપનાર ગુરૂ ગણાય છે. આ આધ્યાત્મિક પદ છે તેથી અધ્યાત્મ નયની અપેક્ષાએ ભિન્ન અર્થ કરવામાં આવે છે તેથી વ્યવહાર ધર્મ ઉસ્થાપનની આશંકા કરવી નહીં, કારણ કે વ્યવહારનયની અપેક્ષાએ વ્યવહાર ગુરૂ સત્ય છે અને નિશ્ચયનયની અપેક્ષાએ નિશ્ચય ગુરૂ સત્ય છે.) સર્વ ગુણની આદિમાં સમ્યકત્વ ગુણ ઉત્પન્ન થાય છે. સમ્યકત્વના દેનાર ગુરૂ આદ્યગુરૂ ગણાય છે, તેમની આજ્ઞામાં રહીને કર્મને નાશ કરીશ. સર્વ ગુણેમાં સત્યાસત્યને નિર્ણય કરનાર વિવેક ગુણ ઉત્પન્ન થાય છે, તે વિવેકગુણવડે સર્વ ધર્મકાર્યો કરી શકાય છે, માટે તે પણ આદ્યગુરૂ નિશ્ચયથી ગણાય છે; તેમ ગીઓના ગુરૂ આદિનાથ ગણાય છે. મત્યેન્દ્ર, ગોરખ, વગેરે યોગીઓ પિતાના ગુરૂ તરીકે આદિનાથને માને છે. જૈનશાસ્ત્રમાં ઋષભદેવને આદિનાથ કહે છે,
ગીઓના ગુરૂ આદિનાથ છે અને તે અષ્ટાદશ દોષરહિત આદિનાથ તે શ્રી ઋષભદેવ સ્વામી છે, માટે તે પણ પૂર્વોક્ત અપેક્ષાએ ગુરૂ છે; તેમને આજ્ઞાધારકરૂપ શિષ્ય બનીને, મેહમહામલ્લના કાન ફાડીશ. ધર્મ અને શુકલ ધ્યાનરૂપ બે મુદ્રાને બે કણમાં ધારણ કરવાથી બે કાન શોભે છે, કરૂણારૂપ ગંગનાદ બજાવવાથી સર્વ મનુષ્યના હદયમાં દયાભાવને ઉત્પન્ન કરાય છે, કારૂણ્યભાવનારૂપ નાદવડે આત્માની દયાવૃત્તિ ખીલે છે અને પરમાત્મદેવની અન્તરમાં પ્રસન્નતા
For Private And Personal Use Only