________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૬). કેવા પ્રકારનો છે અને તે કેવી રીતે ધારણ કરે, તે ગિરાજ જણાવે છે. રસમકિતરૂપ દેરી અને શીલરૂપ લંગોટી ધારણ કરું છું અને તે દેરીને વચ્ચે વચ્ચે ઘુલી ઘુલી ગાંઠ, સમકિતના સડસઠ બેલરૂપ લગાઉં છું. તત્ત્વરૂપ ગુફામાં પ્રવેશ કરીને ત્યાં જ્ઞાનરૂપ દીપક પ્રકટાવું છું અને તત્ત્વરૂપ ગુફામાં ચેતનરૂપ રતને પ્રકાશ ખીલવું છું. ચેતનરૂપ રતને કર્મરૂપ મેલ લાગે છે, તેને હું દૂર કરું છું. આમા રનની પેઠે પ્રકાશક છે. રસપર લાગેલી મલીનતાને જેમ નાશ થાય છે, તેમ આત્માના અસંખ્યાત પ્રદેશે સાથે લાગેલી કર્મપ્રકૃતિયોનો પણ નાશ થાય છે. રલ પાર્થિવ વસ્તુ છે, તેથી તેનું મૂલ્ય ઠરે છે; પણ આત્મા, પાંચ તત્ત્વની પેલી પાર છે અને તે આત્મરૂપ રન ત્રણ કાલમાં નિત્ય રહે છે, માટે તેની કિંમત થઈ શક્તી નથી. પાર્થિવ રત્ન ક્ષણિક સુખ આપવા સમર્થ થાય છે, પણ પાર્થિવ રન, પોતે સુખ શી વસ્તુ છે, તે જાણી શકતું નથી. આત્મારૂપ રન નિત્ય સુખ આપે છે, અર્થાત્ તે અનન્ત સુખને સ્વયં જ્ઞાતા તથા ભક્તા બને છે અને અનત સુખને પિતાના અને સંખ્યાત પ્રદેશમાં ધારણ કરે છે, તેથી આત્મારૂપ રનને પ્રકાશ કરવાનો યોગ હું તત્ત્વગુફામાં બેસી ધારણ કરું છું. अष्टकर्म कंडेकी धूनी, ध्यान अगन जलाऊं, उपशम छनने भस्म छणाउं,मलीमली अंग लगाउंरे, वाहाला.॥ता०२
ભાવાર્થજ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ અષ્ટ કર્મ છે; એ અષ્ટ કર્મનું આત્માના પ્રદેશની સાથે ક્ષીર નીરવટુ બંધાવું, આત્માના પ્રદેશની સાથે કર્મનું ટવું, તેને બંધ કહે છે. કર્મનું ઉદયમાં આવવું અને આત્માને વિપાકનો અનુભવ કરાવે તેને ઉદય કહે છે. કર્મને - ચીને ઉદયમાં લાવવાં તેને ઉદીરણ કહે છે. કર્મોનું આત્માના પ્રદેશોની સાથે પડી રહેવું તેને સત્તા કહે છે. બંધ, ઉદય, ઉદીરણું અને સત્તા, એ ચાર પ્રકારે કર્મ બંધાય છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ, એ ચાર પ્રકારે કર્મને બંધ થાય છે. કાષ્ટ જેમ અગ્નિથી બળીને ભસ્મીભૂત થાય છે તેમ, અષ્ટકર્મરૂપ કાષ્ટને ધ્યાનરૂપ અગ્નિથી આળી તેની ધૂણી કહાડું છું અને ઉપશમરૂપ ચાલણીથી તેની મને છાણીને, તે ભસ્મને ભેગી કરીને મારા અંગે ચળું છું; અર્થાત્ આવા પ્રકારની ભસ્મને મારા અંગમાં ચોળીને અત્તરની યોગદશાને ધારણ કરૂં છું. ઉપશમ ભાવરૂપ ચલણીથી કર્મની ભસ્મ, સમ્યકપણે ચાળી શકાય છે. ધ્યાનરૂપ અગ્નિથી કર્મરૂપ કાષ્ટ બળીને ભસ્મ થાય છે. ધ્યાનના ચાર ભેદ
For Private And Personal Use Only