________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) ભાવાર્થ.–ચેતના કહે છે કે, હું સમતા સખી! મારા સ્વામિને વિજ્ઞપ્તિ કરી કરીને હું તે થાકી ગઈ. મારા સ્વામિની પ્રાપ્તિ અર્થ મેં તનુની શુદ્ધિનું પણ સ્મરણ કર્યું નહીં અને મારું મન મારા આત્મસ્વામિના વિરહે જેમ કેઈએ અત્યંત ભાંગ પીધી હોય અને તેનું મન જેમ ભમે છે તેમ ઘુમે છે. વિરહી સ્ત્રીના મનની સ્થિતિ ચોક્કસ રહેતી નથી. વિરહી સ્ત્રીનું મન અનેક વિચારોમાં ઘેરાઈ જાય છે. મારા મનમાં પતિના વિરહે અનેક ચિન્તાઓ પ્રકટે છે. એક ચિત્તાને હઠાવું છું તો બીજી ચિન્તા તુર્ત મનમાં પ્રવેશે છે. મારા મનમાં એકદમ અનેક વિચારે સપાપ પ્રવેશ કરે છે. હદની બહાર ઘણું વિચારે કરવાથી મગજની નસે નિર્બળ બની જાય છે અને વિચારને ઘેધપ્રવાહ એટલો બધે જેસબંધ ચાલે છે કે તેને પૂર્ણ બળ વિના અટકાવી શકાતો નથી. ક્ષણે ક્ષણે ચિન્તા, શોક અને ઉદ્વેગના વિચારથી મગજ ઘુમે છે. કયાં છું અને શું કરું છું અને મારે શું કરવું જોઈએ તેનું પણ મને ભાન રહેતું નથી. ચિન્તા ચિતાની પેઠે મારું અન્તરંગ બાળી નાખે છે. મન, વાણું અને કાયાની વિચિત્રતા કરી નાખે છે. ઉઠતાં, બેસતાં, ખાતાં, પિતા અને ચાલતાં, ચેતન સ્વામિના વિચારોથી મન ઘેરાઈ ગયું છે. હવે હું શું કરું? શુદ્ધ ચેતન સ્વામિ પ્રતિ મારી ફરજ હું બજાવું છું અને તેમની પ્રાપ્તિ માટે અનેક પ્રકારના પ્રયત્ન કરું છું, અનેક પ્રકારની પ્રાર્થના કરું છું. આત્મસ્વામિ માટે તનની અને મનની શુદ્ધિ પણ ખોઈ. મારી આવી દશા થઈ તોપણ જે આનન્દના રસમૂહભૂત આત્મસ્વામી મારા ઘેર ન આવે તો શું આના કરતાં અન્ય કોઈ સંગ કરવાનો બાકી છે ? અર્થત આના કરતાં બીજે કઈ સંબંધ ઉત્તમ નથી, એ સંબધે મેં મારા સ્વામીથી બાંધે છે, તેમ છતાં આત્મસ્વામી ન પધારે તે શું કરવું? હવે તે સંબધની પરાકાષ્ટા થઈએમ આનન્દઘન કહે છે.
રૂ.
(ા દ્વીપ અથવા જન્ટ.). તારે વારે વારે વારે વારે વારે | सजी सणगार बनाये भूखन, गई तब सूनी सेजा.॥ करे० ॥१॥
ભાવાર્થ: સમતા પિતાના સ્વામિને મળવા માટે સર્વ પ્રકારના શણગાર સજવા લાગી અને સર્વ પ્રકારના શણગાર સજીને સ્થિરતારૂપ શય્યામાં ગઈ તો ત્યાં પોતાના સ્વામિને દેખ્યા નહીં. આત્મસ્વામી તે વખતે મમતાના ઘેર ગયા હતા. શયાને શૂન્ય દેખીને
For Private And Personal Use Only