________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખેલમાં રમણતા કરે છે તેથી આત્મસ્વામીને અસંખ્યાત પ્રદેશ અનન્ત કર્મવર્ગણરૂપ મલીનતા લાગે છે અને તેથી બહુ મલીન થવાથી તેમને રંગ કે લાગે છે, અર્થાત્ તેઓ પોતાના સ્વરૂપે શુદ્ધ દેખાતા નથી.
औरह तो कहा दीजे बहुत कर, जीवित है इह ढंग । मैरो और बिच अन्तर एतो, जैतो रूपे रंग ॥ देखो० ॥२॥
ભાવાર્થ-હવે આના કરતાં વિશેષ શું કરવું જોઈએ? મારો પ્રાણ સ્વામીને અપ્યો છે, મારું જીવન આવા પ્રકારનાં ઢંગવાળું છે. મારા અને મારા સ્વામી વચ્ચે એટલું જ અંતર છે કે જેટલું રૂપું અને રૂપાના રંગમાં અન્તર છે. કહેવાને સારાંશ એ છે કે જેમ રૂપું અને રૂપાના શ્વેત રંગ વચ્ચે કિંચિત, પણ અન્તર નથી તેમ મારા અને મારા સ્વામી વચ્ચે વસ્તુતઃ જોતાં જરા માત્ર અન્તર નથી, તેમ છતાં મારા સ્વામી પરભાવમાં રમણતા કરે છે અને પિતાના શુદ્ધ ઉપયોગમાં રમતા કરવાની પ્રવૃત્તિ આદરતા નથી. અનાદિ કાળથી અશુદ્ધ પરિણતિના બળે એકદમ મારા સ્વામી પોતાની પરિણતિ સુધારી નાખે તેમ જણાતું નથી, તે પણ તેઓ પિતાની શુદ્ધતા કરવા ધારે તો હું પણ સહાય કરવા તૈયાર થઈ ગઈ છું. મારા સ્વામી એવી ભ્રાંતિમાં પડી ગયા છે કે, તે ખરી વસ્તુને ખોટી જાણે છે અને અસત એવા સંસાર પ્રપંચને સત્ માને છે; આવી તેમની સ્થિતિમાં પણ મારે તેમના ઉપર અત્યંત પ્રેમ ધારીને તેમની શુદ્ધિ કરવી જોઈએ. સતી સ્ત્રીઓ પોતાના સ્વામી ભ્રમિત થઈ ગયા હોય છે તે પણ તેના પર અત્યંત પ્રેમ ધારણ કરે છે અને પોતાના સ્વામિની સેવા કરે છે. પિતાના સ્વામિની સેવામાં જ સતી સ્ત્રીઓ મીઠા મેવા માને છે. રૂપાનો રંગ જેમ રૂપાથી જુદો પડતો નથી તેમ સતી સ્ત્રી પોતાના સ્વામિથી ત્રણે કાલમાં જુદી પડતી નથી. (પરમાર્થ સંબધમાં આનન્દનો સાગર રહેલો છે.) સતી સ્ત્રી પોતાના સ્વામિની સાથે તાદામ્યસંબધથી વર્તે છે. ચેતના કહે છે કે, હું નરક અને નિગેદમાં પણ મારા સ્વામિની સાથે રહું છું, પણ મારા ચેતન સ્વામીને કદાપિ ત્યાગ કરતી નથી. મારા સ્વામી જે આત્મવીર્ય ફેરવે તે ખરેખર સકલ કર્મનો ક્ષય કરી શકે, પણ તેઓ મેહ ઉંઘમાં ઘોરે છે તેથી હું બહુ દુઃખિની થઈ ગઈ છું. तनु सुध खोय घूमत मन ऐसें, मानुं कछुइक खाइ भंग । एते पर आनन्दघन नावत, और कहा कोउ दीजें संग.॥ देखो०॥३॥
For Private And Personal Use Only