________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
તે મનમાં વિચારવા લાગી કે, અહો ! આવા વખતે શુદ્ધ ચેતનસ્વામિનો વિયોગ થયો છે, આનું કારણ શું? ખરેખર પૂર્વભવમાં કરેલ કર્મ આ વખતે સ્વામિને મળવામાં વિદ્ધ કરે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, લાભાંતરાય કર્મના ઉદયથી લાભની પ્રાપ્તિ થતી નથી. દાનાંતરાય કર્મના ઉદયથી દાન દેઈ શકાતું નથી. ભેગાંતરાય કર્મના ઉદયથી ભેગની પ્રાપ્તિ થતી નથી. ઉપભેગાંતરાય કર્મના ઉદયથી ઉપભેગની પ્રાપ્તિ થતી નથી. વીઆંતરાય કર્મના ઉદયથી વીર્યશક્તિની ખીલવણી થતી નથી, તેમ મારા પતિને આવા ટાણે વિયોગ થાય છે તેનું કારણ પૂર્વભવનું અન્તરાયકમે છે. મારા સ્વામિને મળવામાં અન્તરાયકર્મ વચ્ચે આવે છે. અત્તરાયકર્મના ઉદયથીજ નિમિત્તે પણ પ્રતિકૂળતાને ભજે છે. રામ અને સીતા વચ્ચે વિયોગ પડાવનાર કર્મ હતું, નળ અને દમયંતી વચ્ચે વિયોગ પડાવનાર કર્મ હતું, પવનકુમાર અને અંજના વચ્ચે વિયોગ પડાવનાર કર્મ હતું, રુકિમણ અને તેના પુત્રો વચ્ચે વિયોગ પડાવનાર કર્મજ હતું, શ્રી ઋષભદેવને એક વર્ષ પર્યત આહાર અને જલને સંબધ તજાવનાર કર્મ હતું, તેમ મારા સ્વામિની મતિ ફેરવનાર પણ કર્મ છે અને મારા ચેતન સ્વામિથી ભારે વિયોગ કરાવનાર પણ કર્મ છે. સમતા કહે છે કે હે કર્મ! તને કેમ બિલકુલ દયાજ આવતી નથી? તું કેમ આટલું બધું નિષ્કર બન્યું છે? હવે તે તે દુ:ખ દેવામાં બાકી રાખી નથી. હજી તારી ઈચ્છા હોય તે કર્મ તું કર ! કર !! તારું થાય તેટલું કરી લે. હે કર્મ ! મારા પતિથી વિયોગ કરાવીને તારે મને જેટલી પીડવાની હોય તેટલું પીડવા તારું કાર્ય કથા કર ! विरह व्यथा कछु ऐसी व्यापति, मानुं कोई मारति बेजा। अंतक अंत कहालूं लेगो प्यारे, चाहे जीव तूं लेजा. ॥ करे॥२॥
ભાવાર્થ- સમતા કહે છે કે, હે શુદ્ધ ચેતન સખિ! મને જાણે કેઈ બરછીના ભાલા મારીને પડતું હોય તે પ્રમાણે મારા શુદ્ધ ચેતન સ્વામિના વિરહથી પીડા થાય છે. શારીરિક પીડાનાં તો ઔષધે છે, પણ વિયોગરૂપ માનસિક પીડાનાં ઔષધ ખરેખર મારા સ્વામિના મેળાપ વિના અન્ય કેઈ નથી. બાવન ચંદનથી પણ આત્મસ્વામિના વિયોગનો તાપ શમતો નથી. જ્ઞાનાદિ અનંત ઋદ્ધિના ધણી એવા શુદ્ધ ચેતન મળ્યા વિના અન્તરમાં થતે વિરહતાપ શમાવાનો નથી. મારા અંગના પ્રદેશ પ્રદેશ, અગ્નિના બાણ ભોંકવાની જે વેદના થાય તેના કરતાં અનન્તગુણ વેદના થાય છે. હવે તે હે
For Private And Personal Use Only