________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્નેહ રહે છે તેથી સમતા કહે છે કે સ્વામીને ચક્ષુથી સ્થિરપણે અવલે કી મેં મારા સ્વામિને સત્ય સ્નેહનો નિશ્ચય કરાવ્યો.
कौन सुनै किनकू कहुं, किम मांडु मैं खोला। तेरे मुख दीठे हले, मेरे मनका चोला. ॥ निश० ॥ ४ ॥
ભાવાર્થ-સમતા કહે છે કે હે સ્વામિન ! તારા વિના મારી વાત કેણ સાંભળી શકે? અર્થાત અન્ય કોઈ સાંભળનાર નથી અને અન્યને મારી વાત સંભળાવવી પણું ગ્ય નથી, તારાવિના મારી વાત અન્યને શું કહ્યું. મારા સ્વામીવિના ખરેખર અન્યને વાત કહી શકાય તેમ નથી, સાંભળનાર અને કહેવાનું સ્થાન તું જ છે. આ પ્રમાણે હૃદય ખેલીને આપની આગળ વાત કરું છું. કેમ હવે હું શું ખેળા પાથરું? અરે મારા સ્વામિન્ ! વિશેષ શું કહ્યું, ત્યારૂં મુખ દેખતાં મારા મનનું ડામાડેલપણું ટળી જાય છે. હે આત્મસ્વામિન્ ! હદયની ગુહ્ય વાતો તારાવિના અન્યની આગળ કહી શકાય તેમ નથી, હે આત્મસ્વામિન્ ! તમારા વિના અન્ય ધર્માસ્તિકાયાદિ જડ દ્રવ્યોમાં મારી દુઃખની વાર્તા સાંભળવાની શક્તિ નથી અને તેમ જ તેઓનાથી મને કિશ્ચિત પણ સુખ થવાનું નથી. પુદ્ગલ દ્રવ્યની સંગતિમાં સુખની લાલસાએ અનન્ત છ અનાદિ કાળથી લલચાય છે, પુગલ દ્રવ્યને ધન ક૯પીને તેમાં રાચી માચી રહે છે, પુદ્ગલ દ્રવ્યમાં સુખની ભ્રાન્તિથી અનેક જીવો વારંવાર જ્યાં ત્યાં પરિભ્રમણ કરે છે, પણ ઉલટા દુઃખની પરંપરાને પ્રાપ્ત કરે છે. પોતાનાથી ભિન્ન પુકલ દ્રવ્ય જાતે જડ છે અને તેનામાં સુખ ગુણ નથી. ચેતના કયે છે કે મારું જીવન સહજ સુખરૂપ છે, મારું જીવન મારા આત્મપતિની સાથે તાદામ્ય સંબંધથી સંબંધિત છે. મારી અને મારા શુદ્ધાત્મપતિની એક જાતિ અને એક સ્વભાવ છે. અનાદિ કાળથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી મારું અને મારા શુદ્ધ ચેતન દ્રવ્યનું અનન્ત ધર્મની અસ્તિતા અને નાસ્તિતામય સ્વરૂપ એકસરખું છે. જલ અને જલન રસ, સાકરમાં સાકરની મીઠાશ અભિન્નપણે વર્તે છે; કદાપિ તેની ભિન્નતા થાય પણ મારી અને તમારી હે સ્વામિન ! નિત્ય અભેદસંબંધ હોવાથી ભિન્નતા થવાની નથી. मित्त विवेक वातें कहै, सुमता सुनि बोला। आनन्दधन प्रभु आवशे, सेजडी रंगरोला. ॥ निश० ॥५॥
ભાવાર્થે –સમતાના આત્મસ્વામી પ્રતિ આવા પ્રાર્થનાના બેલ સાંભળીને વિવેકમિત્ર કહે છે કે, હે સુમેતે ! તું હવે, ખેદ છેડી દે.
For Private And Personal Use Only