________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯ ) આત્મારૂપ માણેકના તેજને પાર નથી અને તે હૃદયથી ભિન્ન ન હોવાથી તેની કઈ જગતમાં કિંમત આંકી શકતું નથી. આત્માના અનત ગુણો છે, આત્માના એકેક જ્ઞાનાદિ ગુણની પણું કિંમત થઈ શકતી નથી ત્યારે અનન્ત ગુણનું ધામ (આશ્રમ) એવા આત્માની કિમત થઈ શકે નહીં એ યથાતથ્ય છે. સમતા કહે છે કે આત્મરૂપ સ્વામીની સાથે મારે કઈ જાતનું અત્તર નથી, આત્મારૂપ સ્વામી તો હૃદયમાં જ રહે છે અને જે હૃદયમાં રહે તેના ઉપર સંપૂર્ણ પ્રેમ રહે છે. જેનામાં સહજ અનન્ત સુખ રહ્યું છે એવા મારા ચેતનલાલ અમૂલ્ય છે. એમના ઉપર અસંખ્યવાર વારી જાઉં છું. મારા લાલની જગતમાં બલિહારી છે. पय निहारत लोयणें, द्रग लागी अडोला । નો મુરત સમાધિ મૈ, મુનિ ધ્યાન શશો. નિશ૦ રૂ
ભાવાર્થ-સમતા કહે છે કે હે સ્વામિન! હે મારા લાલ! મારી આંખે આપના પગને જોતી બેઠી છું. આપના ચરણકમલનાં દર્શન કરવાની અડેલ દષ્ટિ થઈ છે. આપને આવવાની વાટમાં આપના પાદનું દર્શન કરવા માટે એક સ્થિર દૃષ્ટિ રાખીને જોયા કરું છું. જેવી યોગી સમાધિમાં સ્થિર સુરતા રાખે છે અને એક સાધ્ય વસ્તુના ઉપયોગ વિના અન્ય વસ્તુઓને દેખતો નથી, તેમ મારી નજર તારાપર ઠરી છે અને હૃદયમાં તૃહિ તૃહિ થયા કરે છે. દ્વિતીય દૃષ્ટાન્તથી જણાવે છે, જેમ મુનિનું મન ધ્યાનમાં લે છે અર્થાત, જે વસ્તુનું ધ્યાન કરે છે તેમાં ને તેમાંજ વળગ્યું રહે છે, તેમ હે લાલ! હે આત્મસ્વામિન્ ! મારી દષ્ટિ પણ તમારા પર તેવી જ લાગી રહી છે. કાં રેવું ત્યદિ તું ઉંદિ, નાપતિ વળ પ્રેમ વિરો. રોડશું તોડશું, પડદું, લોડ૬, ઇત્યાદિ. આપજ મારી આંખના લક્ષ્યરૂપ થઈ પડ્યા છે. હે આત્મસ્વામિન્ ! આપના ચરણમાં મારી સ્થિર દૃષ્ટિ લાગવાથી સ્થિરતારૂપ અડળ વૃત્તિના લીધે સ્વામીની સાથે તે કાલને અનુસરી સમાધિને અનુભવ થયો, એક ધ્યાનથી પતિના સામું જોતાં મારી દૃષ્ટિની સ્થિરતા થઈ અને અન્તરમાં કાંઈક સ્વામિના સ્વરૂપને અપૂર્વ ભાવ પ્રગટી નીકળ્યો. મારા સ્વામીને સ્થિર દૃષ્ટિથી જેમ જેમ દેખું છું તેમ તેમ મારી ચક્ષમાં કંઈક અપૂર્વ સ્નેહનું ઝરણું પ્રગટે છે, આત્મપ્રભુના સામું સ્થિર દૃષ્ટિથી જોતાં ત્રાટક યોગની સિદ્ધિ થાય છે અને તેથી દૃષ્ટિનું અપૂર્વ સામર્થ્ય ખીલી શકે છે. સ્વકીય દિવ્યચક્ષુની નિર્મળતા પણ ક્ષણે ક્ષણે વધતી જાય છે. ચક્ષુમાં
For Private And Personal Use Only